For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોમનાથ મંદિર પર હુમલો કરવા આવેલા 3 આતંકીઓને ઠાર!

|
Google Oneindia Gujarati News

મહાશિવરાત્રીના (11 માર્ચ 2016) સમયે ગુજરાત અને ખાસ કરીને પ્રસિદ્ધ સોમનાથ મંદિરની સુરક્ષા માટે કેન્દ્ર દ્વારા એનએસજીની ચાર ટુકડીઓને ખાસ ગુજરાત રવાના કરવામાં આવી હતી. કારણ કે ગુપ્તચર સંસ્થાનો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગુજરાતના રસ્તે ભારતીય સીમામાં પાકિસ્તાનના 10 આતંકીઓએ ધુસણખોરી કરી હતી. જે બાદ પાછલા કેટલાય દિવસથી આ 10 આતંકીઓની શોધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે. અને હાલ થોડા દિવસ પહેલા જ આ વાતના તાર પશ્ચિમ બંગાળમાં પણ મળી આવ્યા હતા.

terrorism

ત્યારે હાલ ત્યાંથી તેવી ખબર મળી રહી છે કે પાકિસ્તાનથી ગુજરાતમાં અને સોમનાથ મંદિર જેવા પ્રસિદ્ધ હિંદુ સ્થળો પણ મોટો હુમલો કરવાના નાપાક ઇરાદા લઇને આવેલા આ 10 આતંકીઓ પૈકી 3ને સુરક્ષા એજન્સીએ મારી નાંખ્યા છે અને અન્ય 7ની શોધ ચાલુ છે. પશ્ચિમી રાજ્યમાં ચાલી રહેલા આ ખુફિયા ઓપરેશન અંગે સરકાર કે પોલિસ કંઇ પણ કહેવાનું ટાળી રહી છે કારણ કે આ ઓપરેશન હજી પણ ચાલુ છે અને અન્ય 7 આંતકીઓની તપાસ પણ ચાલુ છે.

નોંધનીય છે કે આ તમામ 10 આતંકીઓ પાકિસ્તાની સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના આતંકીઓ છે. નોંધનીય છે કે આંતકીઓની વિષે લીડ આપવામાં પાકિસ્તાને ભારતની મદદ કરી હતી તેવું પ્રાપ્ત સુત્રો જાણવા મળ્યું છે. પઠાણકોટ અટેક બાદ પાકિસ્તાન કદાચ આ દ્વારા ભારત સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવું લાગે છે.

English summary
There is not much clarity on an operation which was undertaken in which 3 terrorists were killed in a Western State of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X