For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી આદેશઃ આ વર્ષે કોઈ ગરબા, દશેરા, મેળા કંઈ જ નહિ, નવરાત્રિ-દિવાળી ઘરમાં જ મનાવો

નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો પહેલા ગુજરાત સરકારે રાજ્યના લોકો માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ગાધીનગરઃ નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો પહેલા ગુજરાત સરકારે રાજ્યના લોકો માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે. ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે આ વખતે ગુજરાતમાં ક્યાંય પણ ગરબાનુ આયોજન નહિ થાય. કોરોના મહામારીના કારણે સાર્વજનિક સ્થળોએ 200થી વધુ લોકોના એકઠા થવાની અનુમતિ નહિ મળે.

શેરી-ગલીઓમાં પણ ગરબાનુ આયોજન નહિ થાય

શેરી-ગલીઓમાં પણ ગરબાનુ આયોજન નહિ થાય

આ વખતે મેદાનોમાં દશેરાના મેળા પણ યોજવા દેવામાં આવે. લોકો નવરાત્રિમાં મૂર્તિની સ્થાપના કરી શકે છે પરંતુ પ્રસાદ વિતરણ નહિ થાય. ગુજરાતમાં આ બધુ કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યુ છે. આ આદેશોને નજર અંદાજ કરીને કોઈ મેદાનો કે મહોલ્લા કે શેરી-ગલીઓમાં ગરબાનુ આયોજન કરવામાં આવશે તો સંબંધિત સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

મેળા-દશેરા, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ

મેળા-દશેરા, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા આ રીતે દિશા નિર્દેશ જારી કર્યા બાદ હવે ગુજરાતમાં ગરબાના આયોજન માટે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળો પર છેવટે વિરામ લાગી ગયો છે. ઘણા લોકો ગરબાના આયોજનની સ્વીકૃતિ ઈચ્છતા હતા જ્યારે ડૉક્ટર્સ તેમજ વિશેષજ્ઞોનુ કહેવુ હતુ કે સરકાર આવા મોટા આયોજનની અનુમતિ ન આપે. ત્યારબાદ સરકારે હવે કહ્યુ છે કે આ વર્ષે નવરાત્રિના આયોજનો ગયા વર્ષની સરખામણીએ અલગ હશે. મેળા, દશેરા, રામલીલા અને કોઈ પણ પ્રકારની શોભાયાત્રા પર પ્રતિબંધ રહેશે.

પૂજા-આરતી કરી શકાશે

પૂજા-આરતી કરી શકાશે

જો કે ઘરેથી મનાવાતા તહેવારોના આયોજન પર કોઈ રીતનો પ્રતિબંધ નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂર્તિની સ્થાપના કરી શકાશે. પ્રસાદી વિતરણ અને ભંડારા કરવા દેવામાં નહિ આવે. મૂર્તિની પૂજા-આરતી કરી શકાશે પરંતુ અનલૉકના નિયમો અનુસાર જ. કોઈ પણ આવનારા તહેવાર તમે પોતાના ઘરમાં જ મનાવી શકશો.

પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીનપૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન

English summary
No garba and Dussehra at all in Gujarat this Year, know government covid guidelines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X