For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

POS મશીન સિવાય વિતરણ થતાં રાસાયણિક ખાતર પર સબસીડી નહી

રાજ્યમાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત POS ( Point of sale) મશની દ્વારા જ કરવાનું સમગ્ર રાજયમાં કેન્દ્ર સરકારની સૂચનાથી નક્કી કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત POS ( Point of sale) મશની દ્વારા જ કરવાનું સમગ્ર રાજયમાં કેન્દ્ર સરકારની સૂચનાથી નક્કી કરવામાં આવ્યું છે. કોઇ ખાનગી વેચાણકર્તાઓ/ સહકારી મંડળીઓ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ POS મશીન વગર વેચાણ કરશે તેમના લાઈસન્સ રદ્દ કરવા સુધીનાં પગલાં પણ ભરાશે.

ગાંધીનગર જિલ્લામાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનો પરવાનો ધરાવતાં 249 વિક્રેતાઓને POS મશીન આપવામાં આવ્યા છે. વિક્રેતાઓએ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ POS મશીન વગર કરી શકશે નહી. ફેબ્રુઆરી,૨૦૧૮થી POS મશીન સિવાય રાસાયણિક ખાતર વિતરણ થનાર ખાતરનો જથ્થા પર સબસીડી ન આપવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

POS વગર ખાતર વેચાણ કરનારના લાઈસન્સ થશે રદ્દ

POS વગર ખાતર વેચાણ કરનારના લાઈસન્સ થશે રદ્દ

ગાંધીનગર જિલ્લાના ખેતીવાડી નિયામકે જણાવ્યું છે કે, કોઇ ખાનગી વિક્રેતાઓ/ સહકારી મંડળીઓ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ POS મશીન વગર વેચાણ કરતાં માલુમ પડશે તો તાત્કાલિક અસરથી તેમનો પરવાના રદ કરવામાં આવશે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે જે તે તાલુકાના તાલુકા ખરીદ વેચાણ સંઘે સબસીડાઇઝ રાસાયણિક ખાતર તેઓના તાલુકાની સહકારી મંડળીઓને આપતા પહેલા કાયદાની જોગવાઇ મુજબ તેઓના પરવાનાની મુદત તથા POS મશીન દ્વારા રાસાયણિક ખાતરનું વેચાણ થાય છે કે કેમ તે બાબતો પ્રાથમિક રીતે ચકાસી લેવાની રહેશે. જો કોઇ તૃટી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

પીઓએસ વગર ખાતર વેચાણ નહી

પીઓએસ વગર ખાતર વેચાણ નહી

સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરતા ખાનગી વિક્રેતાઓ કે સહકારી મંડળીઓના પીઓએસ મશીનમાં ટેક્નિકલ ખામી કે તેને લગતા કોઇ સમસ્યા સર્જાય તો સંબંધિત તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ ખાતર ઉત્પાદક કંપનીઓનો સંપર્ક કરી નિવારણ માટે પ્રયત્નો કરવા. છતાં અમલીકરણમાં કોઇ ગંભીર પ્રશ્ન હોય તો ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવો પરંતું, કોઇપણ પરિસ્થિતમાં પીઓએસ મશીન વગર સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરવું નહી.

જિલ્લા ખેતીવાડી નિયામકે ખાનગી વિક્રેતાઓ કે સહકાર મંડળીઓ સબસીડાઈઝ રાસાયણિક ખાતર પીઓએસ મશીન વગર વેચાણ કરતા હોય તો ખાતરનો જથ્થો ન ખરીદવા અને જિલ્લા કચેરીઓમાં જાણ કરવા આદેશ કર્યો છે.

ખેડૂતોની વધશે મુશ્કેલી

ખેડૂતોની વધશે મુશ્કેલી

ખેડૂતોને ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફરના કારણે પીઓએસ મશીનથી ખાતર વેચાણ કરવા આદેશ કરાયા છે. પરંતુ, ખાસ કરીને અભણ ખેડૂતો પીઓએસના કારણે ખાતરના જથ્થાથી વંચિત રહી શકે છે.

English summary
without POS machine no subsidy in selling fertilizer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X