For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ગુજરાત અને મોદીઃ આ વખતે સંબંધો વધુ ઉંડા થયા

By Super
|
Google Oneindia Gujarati News

narendra modi
ગાંધીનગર, 15 ઑક્ટોબરઃ ઉત્તર ગુજરાત નરેન્દ્ર મોદી માટે એકદમ નજીક છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં મોદીનો જન્મ થયો છે અને તેમણે ઘણો સમય ત્યાં ગાળ્યો છે. વિવેકાનંદ વિકાસ યાત્રા દરમિયાન જ્યારે તે ઉત્તર ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ ઉત્તર ગુજરાત પ્રત્યેની પોતાની લાગણીને તે રોકી શક્યા નહોતા અને જ્યારે તેઓ અહીં આવે છે ત્યારે તેમને કેવી લાગણીનો અનુભવ થાય છે તે અંગે તેમણે જાહેર મેદનીને જણાવ્યું હતું. મોદીને ઉત્તર ગુજરાતમાં વિકાસયાત્રા દરમિયાન સમર્થન પણ ઘણું મળ્યું હતું.

આ એ વિસ્તાર છે જે પહેલા ધુળની ડમરીઓ માટે જાણીતું હતું, આજે ઉત્તર ગુજરાત વિવિધ ક્ષેત્રોના વિકાસનું હબ બનવા તરફ દોટ મુકી રહ્યું છે. એક દસકા પહેલા કોઇએ પણ નહોતું વિચાર્યું કે ઉત્તર ગુજરાત ખેતી ક્ષેત્રે આટલું બધું જાણીતું થશે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ 87 ટન/હેક્ટર ટામેટાંનું ઉત્પાદન કરીને એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો, આ વિસ્તારમાં ખેતીમાં સમૃદ્ધ બન્યું છે.

ચાલું વર્ષની શરૂઆતમાં મોદીએ નક્કી કર્યું હતું કે રાષ્ટ્રનો સૌથી મોટો સોલાર પાર્ક કે જે 600 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન કરે તે મહેસાણા જિલ્લાના ચારણકામાં ઉભો કરવામાં આવે. એવી ધારણા હતી કે, ઉત્તર ગુજરાતની વેરાણ જમીનમાં આ પ્લાન્ટ ઉભો કરીને રાષ્ટ્રને મોટી માત્રમાં નવી ઉર્જા આપવામાં આવે.

આ સાથે જ ઘણી કંપનીઓએ પણ ઉત્તર ગુજરાતમાં રોકાણ કરવાની શરૂઆત કરી છે. ભારતના સૌથી મોટા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ તરીકે ઉત્તર ગુજરાત જાણીતું છે અને મોદીનું વિચારવું છે કે આ વિસ્તાર ફૂડ પ્રોસેસિંગનું હબ છે અને એ તેનો અધિકાર છે. જો ગુજરાત ઓટો હબ બનવા જઇ રહ્યુ છે તો ઉત્તર ગુજરાતે આ ઐતિહાસિક પરિવર્તનમાં મહત્વનુ યોગદાન આપ્યું છે.

મોદી દ્વારા જે નવા તાલુકાની જાહેરાત કરવામાં આવી છે તેને લોકો તરફથી અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે અને લોકો માટે સ્થાનિક કક્ષાએ સારા વહીવટકાર્ય માટે આ કરવામાં આવ્યું છે.

English summary
North Gujarat is a region that is extremely close to Modi. It was in Vadnagar, in Mehsana District where Modi was born and spent his formative years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X