નોટા અને અપક્ષ ચૂંટણીનો પુરો ખેલ બગાડી શકે છે, વિશ્વાસ ન હોય તો જોઈ લો આ આંકડા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. પહેલી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અપક્ષ ઉમેદવારો ને નોટાને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. પહેલી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અપક્ષ ઉમેદવારો ને નોટાને લઈને પણ ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં પહેલેથી જ અપક્ષ ઉમેદવારો મોટુ ફેક્ટર રહ્યું છે. ગુજરાતમાં નોટા પણ તેનો પ્રભાવ દેખાડી ચુક્યુ છે. ત્યારે હવે આ ચૂંટણીમાં પણ અસર કરી શકે છે.

vote

ગુજરાતમાં બીજેપી સત્તા બચાવવા મેદાને છે ત્યારે આંકડા દર્શાવે છે કે નોટા, અપક્ષ અને નાના પક્ષો ગુજરાતમાં ચૂંટણીનું ગણિત બગાડી શકે છે. ગુજરાતમાં છેલ્લી પાંચમાંથી ત્રણ ચૂંટણીમાં અપક્ષ, નાના પક્ષો અને સ્થાનિક પક્ષોને કારણે કોંગ્રેસને મોટુ નુકસાન થયુ છે.

આંકડા અનુસાર, ગુજરાતમાં 2017 વિધાનસભા ચૂંટણીમાં 5,51,594 લોકોએ NOTAમાં મત આપ્યો હતો. આ સિવાય અપક્ષ અને, અન્ય પક્ષોને 17 લાખ 79 હજારથી વધુ મત મળ્યા છે. નોટા અને અપક્ષ કુલ મળીને 23 લાખ 31 હજાર મત મળ્યા હતા. ચૂંટણીમાં કોંગ્રેસનો 22 લાખ 86 હજાર 370 મતોથી પરાજય થયો હતો. જેમાં 45 હજારથી વધુ મત અપક્ષો, અન્ય પક્ષો અને NOTAને મળ્યા હતા.

1998માં ભાજપ 73,00,826 મતો સાથે પ્રથમ મુખ્ય પક્ષ હતો, કોંગ્રેસ 56 લાખ 77 હજાર 386 56,77,386 મતો સાથે બીજા નંબરનો મુખ્ય પક્ષ હતો. કોંગ્રેસને ચૂંટણીમાં 16 લાખ 23 હજાર 440 16,23,440 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં સ્થાનિક પાર્ટી AIRJP ને 19,02,171 થી વધુ મત મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X