For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબીમાં નર્મદા કેનાલમાંથી પાણી લેવાની મનાઈ સાથે બહાર પડાયું જાહેરનામું

મધ્યપ્રદેશમાં થયેલ ઓછા વરસાદને કારણે હાલ નર્મદા ડેમમાં પાણીની ઓછી આવક થયેલ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં થયેલ ઓછા વરસાદને કારણે હાલ નર્મદા ડેમમાં પાણીની ઓછી આવક થયેલ છે. ફક્ત નર્મદા કેનાલ દ્વારા પીવાના પાણી માટે જરૂરિયાત મુજબનો જથ્થો પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ ન થઈ શકે તેવી શક્યતા છે. આથી મોરબી જિલ્લામાં આવેલ જળાશયોમાં પાણીનો જથ્થો સમગ્ર વર્ષની જરૂરિયાતના પ્રમાણમાં ઓછો છે અને દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે. તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની સૌરાષ્ટ્ર અને કચ્છને પીવાનું પાણી પૂરુ પાડતી અને મોરબી જિલ્લા માથી પસાર થતી નર્મદા કેનાલોની ધ્રાગંધ્રા શાખા, માળીયા શાખા, મોરબી શાખાની નહેરોમાથી પાણી પીવાના ઉપયોગ સિવાયના અન્ય હેતુના વપરાશ પર પ્રતિબંધ મૂકવા તેમજ પાણીચોરી થતી અટકાવવી જરૂરી છે. મોરબી જિલ્લાના જળાશયોમાં રહેલ પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાનું ઈચ્છનીય જણાય છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાથી પસાર થતી પાઈપલાઈનોમાં ચેડા કરવામાં ન આવે અને પાણીચોરી અટકાવવું ઉચિત જણાયેલ છે.

narmada canal

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આઈ.કે.પટેલે એક જાહેરનામું બહાર પાડીને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧) (એમ) હેઠળ મળેલ સત્તાની રૂએ વિવિધ જળાશયો અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની મોરબી જિલ્લામાંથી પસાર થતી ધ્રાંગધ્રાં શાખા, માળીયા(મી.) શાખા અને મોરબી શાખાની નહેર અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-મોરબીની પીવાના પાણી માટેની પાઈપલાઈનોના વિસ્તારમાં તા.૩૧/૦૭/૨૦૧૮ સુધીના સમયગાળા દરમિયાન મનાઈ ફરમાયેલ છે.

જાહેરનામામાં આટલી મનાઇ ફરમાવાઇ?

મચ્છુ-૧ ડેમ, મચ્છુ-૨ ડેમ, મચ્છુ-૩ ડેમ, બ્રાહ્મણી ડેમના જળાશયોમાથી તેમજ તેની પસાર થતી કેનાલોમાંથી કોઈ વ્યક્તિઓએ બીન અધિકૃત રીતે પંપ દ્વારા, ટેંકર દ્વારા, અગર બીજા કોઈ સાધનો દ્વારા, પાણી ભરવું નહી, ભરાવવું નહી, લઈ જવું નહી કે પાઈપલાઈનો તોડવી નહી,

આ જળાશયોની હદથી ૫૦૦મીટર ની ત્રીજયામાં નવા બોર કરવા નહી કે કરાવવા નહી તેમજ બીન અધિકૃતરીતે નવા ડીપવેલ, સબમર્શીબલ પંપ મૂકવા નહી કે કોઈપણ રીતે જમીનમાથી પાણી ખેંચવું નહી અને જળાશયોમાથી પસાર થતી પાણી માટેની પાઈપલાઈનો તથા કેનાલો સાથે ચેડા કરવા નહી કે પાઈપલાઈનો તોડવી નહી. આ જળાશયો વિસ્તારનાં ચાલુ બોર, કુવા ડીપવેલ સબમર્શીબલ પંપનું પાણી કોઈપણ વ્યક્તિ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, મોરબીની પરવાનગી લીધા સિવાય વેચાણ કરી શકશે નહી કે કરાવી શકશે નહી. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની મોરબી જિલ્લામાથી પસાર થતી ધ્રાંગધ્રાં શાખા, માળીયા(મી.) શાખા અને મોરબી શાખાની નહેરોમાથી પીવાના પાણી સિવાય ખેતી કે અન્ય ઉપયોગ કરવો નહિ તેમજ આ હેતુ માટે કોઈપણ રીતે પાણીચોરી કરવી નહી. પીવાના પાણી માટેની દરેક પ્રકારની પાઈપલાઈન કે એરવાલ્વમાં તોડફોડ કે ચેડા કરવા નહી અનધિકૃત ઈસમો/સંસ્થા દ્વારા ગેરકાદેસરના કનેકશન લેવા નહી તેમજ પાણીનો દુરુપયોગ, બગાડ કે વેચાણ કરવું નહી.

English summary
The notification issued out of the prohibition of taking water from Narmada canal in Morbi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X