યુવતીઓની સુરક્ષા માટે વડોદરા પોલીસનુ જાહેરનામુ

વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં એવી જાહેરાતો કરવામાં આવી છે જેના કારણે શહેરમાં છેડછાડ, બળાત્કાર અને અપહરણની ઘટનાઓ ના ઘટે તે અંગે તકેદારી લેવામાં આવી છે. જાહેરનામામાં જણાવાયું છે કે કારણ વિના પુરુષો કોઇપણ જગ્યાએ ઉભા નહી રહી શકે, અને જો ઉભા રહેશે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસનો સમય સવારના સાતથી લઇને રાતના નવ વાગ્યા સુધી જ રાખવાની ફરજ પડાશે. સ્કૂલ કોલેજની આસપાસ પોલીસ દ્વારા ચાપતી નજર રખાશે. તેમજ તમામ ટ્રાફિક પોલીસના જવાનોને જણાવી દેવામાં આવ્યું છે કે પ્રાઇવેટ કાર કે બસના કાચ પરથી બ્લેક ફિલમ દૂર કરવામાં આવે.












Click it and Unblock the Notifications
