ચૂંટણી પહેલા કાલુપુર રેલ્વે સ્ટેશનથી રૂપિયા 2.50 કરોડની કેશ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ચૂંટણી પહેલા કાલુપુર રેલ્વે સ્ટેશનથી રૂપિયા 2.50 કરોડની કેશ જપ્ત થઇ

ચૂંટણી પહેલા કાલુપુર રેલ્વે સ્ટેશનથી રૂપિયા 2.50 કરોડની કેશ જપ્ત થઇ

અમદાવાદની રાજધાની એક્સપ્રેસના ડી-8 કોચમાંથી રેલ્વે પોલિસે 2.5 કરોડ રૂપિયાની કેસ સાથે 3 વ્યક્તિઓની અટક કરી છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં રોકડ નાણું ઝડપાત ચકચાર થયો હતો. નોંધનીય છે કે આ રોકડ રકમ રતનપોળની અંબાલાલ આંગડિયા પેઢીને આપવાની હતી. ત્યારે દિલ્હીથી અમદાવાદ આ રકમ લાવેલા વ્યક્તિની અને રકમ લેવા આવનાર એમ કુલ 3 લોકોની રેલ્વે પોલિસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાટીદારો હવે અનામત માટે નહીં કરે ધર્મપરિવર્તન

પાટીદારો હવે અનામત માટે નહીં કરે ધર્મપરિવર્તન

વિશ્વ હિંદુ પરિષદ અને ક્રોંગ્રેસના આશ્વાસન બાદ સુરતમાં ધર્મપરિવર્તન કરવાની જાહેરાત કરનાર પાટીદારોએ હાલ પુરતો આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. નોંધનીય છે કે પાટીદારોએ તેમની અનામતની માંગ સંતોષવા માટે ધર્મપરિવર્તન કરવાની ચિમકી આપી હતી. જો કે જે બાદ વિશ્વ હિંદુ પરિષદના નેતા દિનેશ નાવડીયા અને ક્રોંગ્રેસના અગ્રીઓ વચ્ચે પડતા હાલ પૂરતું તેમણે આમ કરવાનું ટાળ્યું છે.

ગત વર્ષ કરતા આ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ વધ્યા

ગત વર્ષ કરતા આ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ વધ્યા

ઠંડી વધતા ફરી પાછું ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવી બિમારીઓ રાજ્યમાં માથું ઉચકે તેવી શક્યતા છે. નોંધનીય છે કે ગત વર્ષ કરતા આ વર્ષે મેલિરિયા અને ડેન્ગ્યૂના કેસમાં રાજ્યભરમાં મોટા વધારો જોવા મળ્યો છે.

ચિરાગ અને કેતન પટેલને ન્યાયિક હિરાસતમાં મોકલાયા

ચિરાગ અને કેતન પટેલને ન્યાયિક હિરાસતમાં મોકલાયા

રાજદ્રોહના આરોપ હેઠળ હાર્દિક પટેલના સાથીદારો ચિરાગ અને કેતન પટેલને આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જો કે બન્ને પક્ષના વકીલોની ગેરહાજરીના કારણે કોર્ટે આ બન્નેને ન્યાયિક હિરાસતમાં મોકલ્યા હતા.

ઓનલાઇન વોટિંગ માટે ચૂંટણી પંચે બહાર પાડ્યું એપ

ઓનલાઇન વોટિંગ માટે ચૂંટણી પંચે બહાર પાડ્યું એપ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો ઓનલાઇન વોટિંગ કરી શકે તે માટે રાજ્યના ચૂંટણી પંચે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જે અંગે ગાંધીનગરમાં એક બેઠક યોજી જાણકારી આપવામાં આવી હતી. આ માટે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર વરેશ સિંહા અને અન્ય અધિકારી હાજર રહ્યા હતા.

22 નવેમ્બરથી ગીર પરિક્રમ થશે શરૂ

22 નવેમ્બરથી ગીર પરિક્રમ થશે શરૂ

22 નવેમ્બરથી શરૂ થતી ગીર પરિક્રમા સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જૂનાગઢમાં ડીડીઓની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. નોંધનીય છે કે આ સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાવાની છે. જો કે સાધુ સંતો અને શહેરના અગ્રણીઓની હાજરીમાં બોલાવાયેલી આ બેઠકમાં બીજેપીના ધારાસભ્ય મહેન્દ્ર મશરુને આમંત્રણ ના આપવા મામલે બીજેપીના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્રોંગ્રેસ અને NCP સાથ-સાથ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્રોંગ્રેસ અને NCP સાથ-સાથ

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનસીપી પણ જોડાશે. તે આ ચૂંટણીમાં ક્રોંગ્રેસ સાથે જોડાઇને લડત આપશે. ત્યારે બેઠકોની ફાળવણી પર ચર્ચા કરવા માટે એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી હાજર રહ્યા હતા.

નર્મદાના કેવડિયામાં થયો ગોજારો અકસ્માત, પીએસઆઇ થયા ઇજાગ્રસ્ત

નર્મદાના કેવડિયામાં થયો ગોજારો અકસ્માત, પીએસઆઇ થયા ઇજાગ્રસ્ત

નર્મદાના કેવડિયા તાલુકાના એક ગામમાં એક કાર ચાલકનું સ્ટેરિંગ પરથી બેલેન્સ બગડતા તેણે એક સાયકલ પર સવાર બે વ્યક્તિ, એક રાહદારી અને ગરુડેશ્વર શહેરના પીએસઆઇ પી.વી.વસવાને અડફેટે લીધા હતા. આ ધટનામાં પીએસઆઇને ગંભીર ઇજા થઇ છે. તો એક સાયકલ સવારનું મોત થયું છે.

રાજકોટમાં કુંવરજીના રાજીનામાથી 143 સમિતિ અધ્યક્ષો ધર્યા રાજીનામાં

રાજકોટમાં કુંવરજીના રાજીનામાથી 143 સમિતિ અધ્યક્ષો ધર્યા રાજીનામાં

ક્રોંગ્રેસના રાજકોટ શહેરના પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયાએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા થતા ક્રોંગ્રેસના 143 સમિતિઓના અધ્યક્ષોએ પણ રાજીનામાં આપી કુંવરજીભાઇનું સમર્થન આપ્યું હતું. વધુમાં તેમના સમર્થકો અમદાવાદ પહોંચીને ત્યાંની ઓફિસમાં પણ આનો વિરોધ કર્યો હતો. જો કે કુંવરજીભાઇ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેમના સાથીદારોના નામ ઉમેદવારી પત્રમાં ના લખતા તેમને નારાજ છે પણ તેમણે હજી આ અંગે રાજીનામું નથી આપ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X