નવેમ્બર 26, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

સોમનાથમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં બન્ને જૂથોના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા જોઇ એસપી, કલેક્ટર, મામલતદાર સહિતના ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં મળતી માહિતી અનુસાર ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં એકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં પાંચ દુકાનો અને નવ બાઇક સળગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ધારીઃ સિંહણની પજવણી કરનાર ઝડપાયો
થોડાક દિવસ પહેલા વોટ્સએપ પર વાઇરલ થયેલી સિંહણની પજવણી કરતી ક્લિપમાં કાર્યવાહી હાથ ધરતા વન વિભાગ દ્વારા શિવા સાર્દુલ લખનોત્રા નામના યુવકને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર 10 મહિના પૂર્વે શિવાએ જસાધાર રેન્જના સરકડિયા નેસ વિસ્તારમાં સિંહણની પજવણી કરી હતી. પોતાનો મોબાઇલ રિપેરિંગ આપ્યા બાદ આ ક્લિપ ફરતી થઇ ગઇ હતી. વન વિભાગે યુવકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ બંધક બનાવી લૂંટ ચલાવતા આરોપીની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારની અણીએ લોકોને બંધક બનાવી લૂંટ ચલાવનારા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કાળુ પલાસે નામના આરોપી પાસેથી ખતરિયુ અને એક બાઇક કબજે કરી છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, જે આધારે તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે, પોલીસ દ્વારા એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છેકે 17 જેટલા વણઉકેલા ગુનાઓ પરથી પડદો ઉઠી શકે છે.
અમદાવાદઃ પોલીસકર્મીના ઘરેથી 3.66 લાખની ચોરી
અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા બોરસદ ટાઉન પીએસઆઇ અમૃત ભૂનાતરના ઘરને ચોરોએ નિશાન બનાવી 21 તોલા સોનાના દાગીના સહિત 31 હજારની રોકડ રકમ મળી કુલ 3.66 લાખની મતાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જેને લઇને પોલીસે ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણ થયા બાદ શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગરઃ નજીવી બાબતે પત્નીએ કરી આત્મહત્યા
ભાવનગરના સરતાનપર ગામે પતિ અને પત્ની વચ્ચે થયેલા નજીવી ઝઘડામાં પત્નીએ જાત જલાવી આત્મહત્યા કરી હતી, જેમાં પત્નીને બચાવવા જતા પતિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે દાઝેલા પતિ અને પત્નીને સારવાર અર્થે તળાજા અને બાદમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
