For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે

નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે

ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું ઉદ્ધાટન કરવા માટે 18મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. નોંધનીય છે કે કેન્દ્રમાં સરકાર બન્યા બાદ અને હાર્દિક પટેલની અનામત રેલી બાદ મોદીની આ પહેલી યાત્રા હશે. જેમાં તેમની સાથે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ ઉપરાંત તમામ રાજ્યાનો ડીજીપી પણ તેમાં ભાગ લઇને દેશની સલામતી અને સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

પાટીદારોનો લલકાર, ભાજપને નહીં ક્રોંગ્રેસને છે અમારો ખુલ્લો ટેકો

પાટીદારોનો લલકાર, ભાજપને નહીં ક્રોંગ્રેસને છે અમારો ખુલ્લો ટેકો

સુરતની પાટીદાર અનામત અંદોલન સમિતિએ શુક્રવારે પ્રેસ કોન્ફર્ન્સ યોજીને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્રોંગ્રેસને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે હાર્દિક અને પટેલો પણ થયેલા અન્યાયનો જવાબ તે ભાજપને આ ચૂંટણીમાં પછાડીને આપશે.

પાવગઢ મહાકાળી મંદિરને બોમ્બથી ઉડાવાની મળી ધમકી

પાવગઢ મહાકાળી મંદિરને બોમ્બથી ઉડાવાની મળી ધમકી

વડોદરાના સાવલી બસ સ્ટેશન પરથી વધુ એક ધમકી ભરેલા પત્ર મળ્યો છે. જેમાં વડોદરાના સાવલી બસ સ્ટેશન અને પાવાગઢના મહાકાલી મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે તે બાદ ડોગ સ્કોર્ડ અને બોમ્બ સ્કોર્ડ સધન તપાસ આદરી હતી. અને કંઇ વાંધાજનક નહતું મળ્યું.

અમદાવાદનો ડ્રાઇવર બન્યો ઓડીનો ચોર

અમદાવાદનો ડ્રાઇવર બન્યો ઓડીનો ચોર

શુક્રવારે અમદાવાદના ધાટલોડિયામાંથી ઓડી કારની થયેલી ચોરીનો ભેદ ખુલ્લો છે. આ કારને તેના જ ડ્રાઇવરે ચોરી કરી હતી. વિજય નામના આ કારના ડ્રાઇવરે પૈસાની તંગીના કારણે આ કારની ચોરી કરી હતી. અને તેને બોટલાદમાં કાનાભાઇ નામના વ્યક્તિને વેચવાની પ્રયાસ કર્યો હતો પણ પોલિસે તેને રંગે હાથ પકડી લીધો હતો.

અમદાવાદ આવ્યા મહેશ ભટ્ટ, આપ્યું એવોર્ડ વાપસીને સમર્થન

અમદાવાદ આવ્યા મહેશ ભટ્ટ, આપ્યું એવોર્ડ વાપસીને સમર્થન

શુક્રવારે,ખ્વાબો કા સફર વીથ મહેશ ભટ્ટ નામના નવા ટીવી શોના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવેલા જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ અસહિષ્ણુતા મુદ્દે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેનું સમર્થન કરતા એવોર્ડ વાપસી કાર્યક્રમને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે બંધારણે આપણને આપણા વિચાર વ્યક્ત કરવાનો અધિકાર આપ્યો છે.

અમદાવાદના ભાજપના કાર્યકર્તાઓએ ઉમેદવારી પત્ર ભર્યા

અમદાવાદના ભાજપના કાર્યકર્તાઓએ ઉમેદવારી પત્ર ભર્યા

અમદાવાદના કાંકરિયાના મેયર અને બીજેપી ઉમેદવાર મીનાક્ષી પટેલ જોધપુર વાર્ડથી ઉમેદવારી પત્ર ભર્યું. આ ઉપરાંત હેમાબેન આચાર્ય અને રશ્મિકાંત શાહ તથા ભાગ્યેશ પટેલ જેવા ભાજપના નેતાઓએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યો.

જાપીની પિયાનિસ્ટ અમદાવાદીઓને કર્યા ઘેલા

જાપીની પિયાનિસ્ટ અમદાવાદીઓને કર્યા ઘેલા

જાપાનના લેજન્ડ્રરી પિયાનિસ્ટ તોસુકી યુસોઇએ શુક્રવારે અમદાવાદનું મુલાકાત લીધી. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન સાથે એક કાર્યક્રમમાં તોસુકીએ મધુર સંગીત વગાડીને અમદાવાદીઓને ઘેલા કર્યા. આ કાર્યક્રમમાં તેમણે જાપાનની અનેક જાણીતી ધૂનો વગાડી.

અમદાવાદની સોસાયટીનો સ્લેમ તૂટ્યો, 25 લોકોને બચાવાયા

અમદાવાદની સોસાયટીનો સ્લેમ તૂટ્યો, 25 લોકોને બચાવાયા

અમદાવાદના વેજલપુરા વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર ફ્લેટના ચોથા માળનો સ્લેબ તૂટી પડતા ફાયર બ્રિગ્રેડ દોડતું થયું હતું. નોંધનીય છે કે આ બિલ્ડીંગ 35 વર્ષ જૂની છે અને જર્જરીત હાલતમાં છે. ત્યારે ફાયર બ્રિગેટ આ સ્લેબ તૂટતા લગભગ 20 થી 25 લોકોને બચાવ્યા હતા.

અરવલ્લીની બેંકમાં લાગી આગ, 10 લાખ થયું નુકશાન

અરવલ્લીની બેંકમાં લાગી આગ, 10 લાખ થયું નુકશાન

શુક્રવારે, અરવલ્લીના માલપુર ગામની દેના ગ્રામીણ બેંકમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાથી બેંકને મોટા પાયે નુક્શાન થયું છે. લગભગ 10 લાખનું નુક્શાન થવાનો અંદાજો છે. ત્યારે ફાયર બ્રિગેટ જલ્દી ના પહોંચતા આગના ગોટે ગોટા થાય હતા.

જસદણની સરકારી હોસ્પિટલના કચરામાંથી નવજાત બાળક મળ્યું

જસદણની સરકારી હોસ્પિટલના કચરામાંથી નવજાત બાળક મળ્યું

રાજકોટના જસદણ પાસેના સાંથલી ગામની સરકારી હોસ્પિટલના પાછળથી કપડામાં વીંટળાયેલું એક નવજાત બાળક મળતા લોકોના ટોળો ઊમટી પડ્યો હતો. જો કે જે બાદ પોલિસ બોલાવતા આ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ત્યારે પોલિસ હાલ આ બાળકની માતાની શોધખોળ કરી રહી છે.

સાબરકાંઠાની 37 લાખની ચોરીનો ભેદ ઉકલાયો

સાબરકાંઠાની 37 લાખની ચોરીનો ભેદ ઉકલાયો

સાબરકાંઠાના પ્રાતિજમાંથી પાંચ દિવસ પહેલા સોનીના ઘરમાં થયેલી 37.27 લાખની ચોરીનો ભેદ પોલિસે પાંચ દિવસમાં જ ઉકેલી દીધો છે. સાથે જ 5 આરોપીને ઝડપી પાડ્યા છે. જો કે આ કેસમાં હજી પણ બે આરોપીઓ ફરાર છે.

English summary
November 7: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X