For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ધનતેરસમાં ખરીદી જોરશોરથી

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાતમાં ધનતેરસમાં ખરીદી જોરશોરથી

ગુજરાતમાં ધનતેરસમાં ખરીદી જોરશોરથી

આજે ધનતેરસ નિમિત્તે ગુજરાતભરની સોના-ચાંદીની દુકાનોમાં ગ્રાહકોની પડાપડી જોવા મળી હતી. ધનતેરસના દિવસે કુબેર અને ધન્વતંરીની પૂજા માટે બજારોમાં લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ, સોના-ચાંદીના સિક્કાની ખરીદી માટે ગ્રાહકોની મોટી ભીડ ઠેરઠેર જોવા મળી હતી.

બિહારમાં હારની અસર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી પર!

બિહારમાં હારની અસર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી પર!

બિહારમાં ભાજપની કારમી હાર બાદ ગુજરાતમાં યોજાનારી સ્નાથિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આની ગંભીર અસર થશે તેવું જાણકારોનું માનવું છે. એટલું જ નહીં હાર બાદ મુખ્યમંત્રી આનંદી બેન બેઠક યોજી આ અંગે ચિંતન અને આવનારા સમયમાં કેવી રણનીતિ અપનાવી તે અંગે ચર્ચા કરી હતી.

બિહાર હારથી ગુજરાતમાં કોઇ અસર નહીં થાય: આઇ.કે.જાડેજા

બિહાર હારથી ગુજરાતમાં કોઇ અસર નહીં થાય: આઇ.કે.જાડેજા

બિહારની ચૂંટણીમાં ભાજપની કારમી હારની અસર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીં થાય તેવો દાવો ભાજપના પ્રદેશ પ્રમુખ આઇ.કે.જાડેજાએ કર્યો હતો. જો કે આઇ.કે. જાડેજાએ તે વાત સ્વીકારી કે બિહારમાં ભાજપને જોઇએ તેવા પરિણામો નથી મળ્યા. વધુમાં તેમણે આ હારના કારણો પર ચિંતન કરવાનું પણ કહ્યું.

કોમ્પ્યૂટરના યુગમાં પણ ચોપડા પૂજનનું મહત્વ

કોમ્પ્યૂટરના યુગમાં પણ ચોપડા પૂજનનું મહત્વ

રવિવારે, અમદાવાદમાં આજના કોમ્પ્યૂટરના યુગમાં પણ ચોપડાઓનું કેટલું મહત્વ છે તે જોવા મળ્યું. ધનતેરસ પહેલા દિલ્હી ચકલા પાસે આવેલી દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો ચોપડા પૂજન માટે ચોપડા લેવા આવ્યા હતા. અને ખતાવાહી અને ઉધરાણીની બૂકો અને રોજમેળના ચોપડાઓની ખરીદી કરી હતી.

અમદાવાદમાં ક્રોંગ્રેસે મનાવી બિહારમાં જીતની ખુશી

અમદાવાદમાં ક્રોંગ્રેસે મનાવી બિહારમાં જીતની ખુશી

બિહારમાં મહાગઠબંધનની જીત થતા અમદાવાદના ક્રોંગ્રેસના નેતાઓએ ફટાકડા ફોડી અને મીઠાઇઓ વેચી આ ખુશીને ઉજવણી કરી હતી. વધુમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ક્રોંગ્રેસનો જ વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

બિહારમાં ભાજપનું જે થયું તે ગુજરાતમાં પણ થશે- શંકરસિંહ વાધેલા

બિહારમાં ભાજપનું જે થયું તે ગુજરાતમાં પણ થશે- શંકરસિંહ વાધેલા

બિહારમાં ભાજપની કારમી હાર બાદ ક્રોંગ્રેસના નેતા શંકરસિંહ વાધેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે બિહારમાં જે રીતે ભાજપની હાર થઇ છે તે જ રીતે ગુજરાતમાં પણ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ક્રોંગ્રેસની જ જીત થશે.

અમદાવાદમાં મનપાએ કર્ણાવતી ક્લબે પાઠવી નોટિસ

અમદાવાદમાં મનપાએ કર્ણાવતી ક્લબે પાઠવી નોટિસ

અમદાવાદમાં કર્ણાવતી ક્લબે તેની આસપાસ આવેલા 18 વુક્ષોને કાપી નાંખતા મહાનગરપાલિકાએ ક્લબને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે અહીં આવેલા ગુલમહોર અને અન્ય વૃક્ષોમાંથી રસ જરતો હોવાના કારણે ક્લબમાં પાર્ક થયેલી ગાડીઓ ખરાબ થતી હતી. જેના કારણે કલ્બે આ વૃક્ષોનો નાસ કર્યો છે તેવું જણાવતા વિવાદ વધ્યો હતો. પણ પાછળથી કલ્બના સત્તાધીશોએ નવા વૃક્ષો વાવવાની ખાતરી આપતા વાત થાળે પડી હતી.

English summary
November 9: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X