હવે ભારતમાં આદિવાસીઓની વસતી 10 કરોડ છે

આ પ્રસંગે ગાંઘીનગર જિલ્લાં પ્રભારી સચિવ અને સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના અગ્ર સચિવ સંજયપ્રસાદે જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના વિકાસમાં શિક્ષણ મહત્વની ભૂમિકા અદા કરે છે. રાજય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિકાસ માટે પ્રાથમિક શાળાની સ્કોલરશીપથી વિદેશમાં અભ્યાસ કરવા જવા માટેની યોજના અમલી બનાવવામાં આવી છે.
ઉપરાંત આ સમાજના બાળકોને શહેરમાં પણ શિક્ષણની સુવિઘા સાથે રહેવાની ઉત્તમ સુવિઘા મળે તે માટે આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે. જેના પરિણામો પણ ખૂબ જ સુંદર પરિણામો પ્રાપ્ત થયા છે. રાજય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ સમરસ હોસ્ટેલની સુવિઘા શરૂ કરવામાં આવી રહી છે.
આ હોસ્ટેલમાં વોશીંગ મશીન, ફ્રીજ, વાઇફાઇ જેવી અધતન સુવિઘાઓ પુરી પાડવામાં આવનાર છે, આવી સુવિઘા દેશના અન્ય કોઇ રાજયમાં અનુસૂચિત જાતિ અને જન જાતિના વિઘાર્થીઓને આપવામાં આવતી નથી. રાજય સરકારની સૌનો સાથ સૌનો વિકાસની વિચારઘાર પાછળ રહેલા ઉમદા આશયની પણ વિસતૃત વાત તેમણે કરી હતી.
તેમણે વઘુમાં ગ્રીસ - રોમની લોકશાહી અને ભારત દેશની લોકશાહી વચ્ચેની પાતળીભેદ રેખાના ઇતિહાસની રસપ્રદ વાત કરી હતી. તેમજ ડાંગનો ઇતિહાસ, ખેડા સત્યાગ્રહ જેવી સ્વતંત્રતા ચળવળની પણ ઉંડાપૂર્વકની વાત કરી હતી.
આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર આર.સી.મીનાએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે બહુ જ મહત્વની ભૂમિકા અદા કરી છે. આજે સમગ્ર દેશમાં 10 કરોડથી વઘુ આદિવાસી સમાજની વસ્તી છે. જેમાં ગુજરાત રાજયમાં 85 લાખથી વઘુ વસ્તી આ સમાજની રહે છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે ગુજરાત સરકારે શિક્ષણ સહિત તમામ વિભાગોમાં અમલી બનાવેલ યોજનાઓની વિસ્તૃત વાત કરી હતી.
પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડના સચિવ અનિલભાઇ પટેલે આદિવાસી સમાજમાં સંશોઘન ક્ષેત્રે મહત્વની ભૂમિકા રહી છે, તેવું જણાવી કહ્યું હતું કે કોઇ પણ વિષય પરનું સંશોઘન ચોક્કસ દિશામાં હોવું જોઇએ. થયેલ સંશોઘન છેવાડાના માનવીને ઉપયોગી થશે, તો જ આપનું સંશોઘન સાચા અર્થમાં સાર્થક થશે. તેનું ઉત્તમ દ્રષ્ટાંત આપ્યું હતું.
તેમણે શિક્ષણ મેળવ્યા બાદ વિદેશ જવાની જગ્યાએ પરદેશમાં રહી કામ કરવાની વાત પર પણ ખાસ ભાર મુક્યો હતો. આ સેમિનારમાં આદિવાસી એકતા પરિષદ, ભારતના મહાસચિવ અશોકભાઇ ચૌઘરી, મુખ્યમંત્રીનું કાર્યાલય, ગુજરાત રાજયના સંયુક્ત સચિવ એન.યુ. ગામીત, સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદના પ્રિ. ર્ડા. જે.એ.સરવૈયા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બુહારીના પ્રિ. ર્ડા.જે.એસ.ચૌઘરી, નિવૃત કલેકટર શીલા દિક્ષિતે પોતાનું પ્રેરણાદાયક પ્રાસંગિક ઉદૂબોઘન કર્યું હતું.
સેમિનારના પ્રારંભે મહાનુભાવોના હસ્તે ર્ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પારજંલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ વિશિષ્ટી સિઘ્ઘિ હાંસલ કરનાર અઘ્યાપકોનું સ્મૃતિ ચિહૂન આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ એન. ગામીતે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આભાર વિઘિ મહામંત્રી પ્રા. ર્ડા. પંકજભાઇ સુવેશ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. આનંદભાઇ વસાવાએ કર્યું હતું. આ પ્રસંગે ઓ.એન.જી.સી, અમદાવાદના ખાસ જમીન સંપાદન અઘિકારી આર.વી.બારિયા સહિત મોટી સંખ્યામાં અઘ્યાપકો ઉપસ્થિત રહયાં હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
