• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે અમદાવાદની રથ યાત્રા પર ઉડતા કેમેરા નજર રાખશે!!!

|
flying-camera
અમદાવાદ, 16 મે : ગુજરાત પોલીસ માટે દર વર્ષે અમદાવાદની રથયાત્રામાં સુરક્ષા બંદોબસ્ત અને રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય એ સૌથી મોટો પડકાર હોય છે. આ માટે હવે ગુજરાત પોલીસે ટેકનોલોજીની મદદથી નવો માર્ગ અપનાવ્યો છે. આગામી રથયાત્રામાં હવે ઊડતા કેમેરા શકમંદો પર ચાંપતી નજર રાખશે. થ્રી ઈડિયટ્સ મૂવીમાં જે પ્રકારનો ઉડતો કેમેરો દર્ર્શાવાયો હતો તે જ પ્રકારના માનવરહીત ઉડતા કેમેરા આગામી રથયાત્રામાં સલામતી બંદોબસ્તના ભાગરૂપે વપરાશે. તેના ઉપયોગ માટે આગામી સમયમાં પોલીસ પ્લાન ઘડશે.

રથયાત્રા સાથે અનેકની આસ્થા જોડાયેલી છે અને દર વર્ષે ભગવાન જગન્નાથની આ યાત્રામાં હજારો ભાવિકો જોડાય છે. ખુદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પહિંદવિધિ કરીને યાત્રાનો પ્રારંભ કરાવે છે, ત્યારે આ યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા ગુજરાત પોલીસે કમર કસી છે. રથયાત્રા દરમિયાન આધુનિક સુરક્ષા વ્યવસ્થા અપનાવવાના ભાગરૂપે ગુજરાત પોલીસે પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત બે ઊડતા કેમેરાની ખરીદી કરી છે.

આ માનવરહીત (અનમેન એરિયલ વિહીકલ) કેમેરા અંગે સૂત્રોએ જણાવ્યુ કે, આ બંને કેમેરાને નેત્રા નામ અપાયું છે. આ ઊડતા કેમેરા ગુજરાત પોલીસને સલામતીનો બર્ડ આઈ વ્યૂ આપશે. આ જીપીએસ આધારિત ઓટોમેટેડ ડિવાઈસ છે જે ઈન્ફ્રારેડ કેમેરા સાથે ફિટ કરવામાં આવશે. એરિયલ સલામતી ક્ષેત્રે ઉપલબ્ધ હોય તેવી આ સૌથી આધુનિક ટેક્નિક છે.આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાતી એક કંપનીએ આ યુએવીનુ નિર્માણ કર્યુ છે અને તેમને એક કેમેરા દીઠ રૂપિયા 55 લાખ ચૂકવાયા છે.

આ નેત્રા યુએવી એક વખત ટેક ઓફ કરે પછી બેટરી પાવર આધારિત ડિવાઈસ ઓટોપાયલટ મોડ પર આવી જાય છે. તેને એન્ટી કાલાઈઝન સેન્સર્સની મદદથી કંટ્રોલ કરી શકાય છે. બે કિલોનુ વજન ધરાવતા આ કેમેરા અમુક કિલોમિટરના અંતરેથી પણ એક-એક મિનિટનુ રેકર્ડિંગ કરે છે. આ યુએવી જ્યારે ઊડી રહ્યું હોય ત્યારે ચાલુ રેકર્ડિંગ દરમિયાન પણ તેના ફૂટેજ કંટ્રોલ રૂમ ખાતે જોઈ શકાય છે અને ચાંપતી નજર રાખી શકાય છે. એક કેમેરા 30 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. સૂત્રોના મતે આ કેમેરાની મદદથી પોલીસ દૂર બેસીને પણ રથયાત્રા જેવા પ્રસંગે અથવા વીઆઈપીના આગમન સમયે, ટ્રાફિકની ગતિવિધીઓ સહિતની હિલચાલ પર ચાંપતી નજર રાખી શકશે.

English summary
Now Flying camera will watch on Ahmedabad Rath Yatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more