મોદીએ સૂર બદલ્યો કહ્યું, વોટિંગ કરતા પહેલા બાળકોનું ભવિષ્ય વિચારજો

narendra-modi
અમદાવાદ, 30 નવેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે 12.39 કલાકે વિજય મૂહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતા પહેલાં પોતાના મતવિસ્તાર મણિનગરમાં કાર્યકરોને અને નાગરિકોને સંબોધતા પોતાનો સૂર બદલ્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાના ચાલુ રાખવા સાથે લોકોની લાગણીઓને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ચૂંટણીમાં મતદાન કરતા પહેલા તમારા બાળકોના ભવિષ્ય વિશે વિચારજો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં બીજી તબક્કા માટેની બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે નરેન્દ્ર મોદી ભાજપની ટિકીટ પરથી ઉમેદવારીપત્ર ભર્યા પહેલા મણિનગરથી ઉમેદવારોના સંબોધી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે "દુનિયાની કોઇ તાકાત ગુજરાતના વિકાસને આંબી શકે એમ નથી. આ એક એક કાર્યકર્તા મરજીવો હોય છે. ભાજપ પાસે એવા સેંકડો કાર્યોકરો છે જેમને જીવનભર ચૂંટણી લડવાની તક નથી મળી છતાં પક્ષ માટે દિવસ-રાત એક કરે છે. આવો પાવર ભારતની એક પણ રાજકીય પાર્ટી પાસે નથી."

મોદીએ જણાવ્યું કે "કોંગ્રેસના હાલ કેવા છે એ તો તમે જુઓ. કોંગ્રેસને ચાર દિવસમાં એક પણ નેતા ના મળ્યો. તેમના કાર્યકરો મોં બતાવવાની હિંમત નથી મળતી. જે પાર્ટીના કાર્યકર્તાઓને મોં છૂપાવવું પડે તેવી પાર્ટી કેવો વિકાસ કરે?"

કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદ પટેલ પર નિશાન તાકતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "કોંગ્રેસના લોકો રડતા હતા. એક બાર વર્ષનો બાળક કોંગ્રેસનો ઉમેદવાર મેન્ડેટ લઇને ભાગી ગયો. જે રાજ્યનું 12 વર્ષનું બાળક આવું હિંમત વાળું હોય તે કોંગ્રેસનો આજીવન મેન્ડેટ પાછો લઇ જશે. કોંગ્રેસને અહેમદ પટેલ સિવાય બીજો કોઇ ઉમેદવાર મળતો નથી. કોંગ્રેસમાં હિંમત હોય તો મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે અહેમદ પટેલનું નામ જાહેર કરે."

તેમણે જણાવ્યું કે "ગુજરાતની જનતા પાસે ત્રીજું લોચન છે. તે કોંગ્રેસના લક્ષણ જાણે છે. ખીચડી ચડી છે કે નહીં તેના માટે દાણો જોવાનો હોય છે. આપણને દિલ્હી સરકારના વહીવટથી અંદાજ મળી જાય છે કે આ લોકોના હાથમા સત્તા આવે તો કેવાં કામ કરે છે. કોંગ્રેસના પંજા નીચે કોઇનું ભવિષ્ય સલામત નથી. કોંગ્રેસના પંજા નીચે કોઇ પણ બહેનનું સિંદૂર સલામત નથી. કોંગ્રેસના પંજા નીચે કોઇ પણ ખેડૂતની આજીવિકા સલામત નથી. ગુજરાતની ભાજપ સરકારના રાજમાં બધા સલામત છે. હું ગુજરાતની પ્રજાને કહું છું કે આ ચૂંટણીમાં કયો પક્ષ જીતે છે કે હારે છે તેની ચિંતા કરવાને બદલે આપના બાળકનું ભવિષ્ય વિચારજો. ભાવિ પેઢીની ચિંતા કરીને મતદાન કરજો."

કોંગ્રેસના ભરોસે આપણું ભવિષ્ય છોડી ના શકાય. જે પાર્ટીના અડધો ડઝન નેતાઓ તેમની પાર્ટીનું નાવડું પાર કરી ના શક્યા તે નેતાઓ ગુજરાતના નાવડાને કેવી રીતે પાર કરી શકશે? આ ચૂંટણીમાં આપણે પૂરી શક્તિ દેખાડવાની છે. કોંગ્રેસવાળા છેલ્લા એક વર્ષથી ટીવી પર જાહેરાતના નાણાં ખર્ચી રહ્યા છે. હમણાં હું એક નવી ટેકનોલોજી લાવ્યો, તો કોંગ્રેસને ખબર નથી પડતી કે કેવી રીતે રડવું. કોંગ્રેસવાળાઓ તમે ગુજરાતની પ્રજાની તાકાતને અંડરએસ્ટિમેટ ના કરો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X