વર્ચ્યુઅલ કોર્ટની મદદથી ઘરે બેઠા કોર્ટની હિયરિંગમાં હાજર રહી શકાશે

રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં ૨૦ નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી.

E COURT

હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે.

ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે.
તદ્અનુસાર રાજ્યના નવસારી જીલ્લામાં વધઇ, ખેરગામ,સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા,કુકાવાવ અને ખાંભા જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે,બનાસકાંઠા માં સુઇગામ અને દાંતા ખાતે,અમદાવાદમાં ધોલેરા ખાતે , સોમનાથમાં વેરાવળ ખાતે અને પંચમહાલ, ભાવનગર,દાહોદ,પોરબંદર,તાપી,ગીર દાહોદ , સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,ચલાણ ઇસ્યુ થયા બાદ ૯૦ દિવસ સુધીમાં ભરવામા ન આવે કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X