ખાનગી એમ્બ્યુલન્સ માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદની રામોલ પોલીસે રવિવારે બપોરના સમયે બાતમીને આધારે વસ્ત્રાલ મહાદેવ એસ્ટેટમાં દરોડો પાડીને એક ખાનગી એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની 1350 જેટલી બોટલોનો જથ્થો જપ્ત કરીને દારૂની ડીલેવરી લેવા આવેલા એક રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઇવર નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ahmedabad

આ બનાવની વિગતો એવી છે કે રામોલ પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ખાનગી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરે છે અને વસ્ત્રાલ ખાતે દારૂ લઇને આવવાનો છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે બે વ્યકિત એમ્બ્યુલન્સમાંથી દારૂનો જથ્થો ખાલી રહ્યા હતા. જો કે પોલીસને જોઇને એક વ્યકિત નાસી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે ખેમરાજ રાઠોડ (19) રહે. રામેશ્વર મેઘાણીનગરને ઝડપી લીધો હતો. જે રીક્ષાચાલક હતો અને દારૂની ડીલેવરી લેવા માટે આવ્યો હતો. જ્યારે નાસી જનાર દીપક રાઠોડ રહે. વસ્ત્રાલ એમ્બ્યુલન્સનો ચાલક હતો. પોલીસે તપાસ કરતા તેમાંથી 1350 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

ahmedabad

આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આરોપી દીપક ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતો હતો પણ દર્દીઓને લઇ જવાના સ્થાને તે રાજસ્થાનથી દારૂની હેરફેર કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતો હતો અને જેથી પોલીસ તેને રસ્તામાં રોકીને તપાસ ન કરે. એક અંદાજ મુજબ છેલ્લાં એક વર્ષથી તે નિયમિત રીતે અઠવાડિયામાં બે વાર દારૂની હેરફેર કરતો અને લોકલ માર્કેટમાં દારૂ સપ્લાઇ કરતો હતો. આ અંગે હાલ રૂપિયા દોઢ લાખની કિંમતનો દારૂ અને એમ્બ્યુલન્સ મળીને કુલ રૂપિયા 7 લાખનો મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે એમ્બયુલન્સમાં દારૂની હેરફેરની મોડસ ઓપરેન્ડી જોઇને પોલીસ પણ ચોકી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ દુધના ટેન્કરમાં પણ દારૂની હેરફેરના અનેક કિસ્સા બહાર આવી ચુક્યા છે.

English summary
Occupied liquor from private ambulance

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.