ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાત સરકાર નર્મદાનું પાણી ચોરનારાને કરશે જેલની સજા

ગુજરાત સરકાર નર્મદાનું પાણી ચોરનારાને કરશે જેલની સજા

સૌરાષ્ટ્રમાં નર્મદાની કેનાલથી સિંચાઇ અ્ને પીવાનું પાણી પુરું પાડવા માટે સરકારે કેનાલ નેટવર્ક વિકસાવ્યું છે. કેનાલનું જ પાણી પાણીચોરો લઇ લેતા હોવાથી જરૂરિયાતના વિસ્તાર અ્ને નાગરિકોને પાણી મળતું નથી. પાણીચોરી અટકાવવા કડક કાયદો ઘડી પાણીચોરોને જેલની સજા કરવાનો નિર્ણય લીધો છે.

કુકેરીમાં જમીનના વિવાદમાં દરબારો-ભરવાડો વચ્ચે ધિંગાણુ, આગચંપી

કુકેરીમાં જમીનના વિવાદમાં દરબારો-ભરવાડો વચ્ચે ધિંગાણુ, આગચંપી

કુકેરી ગામે જમીન અંગેના વિવાદમાં મંગળવારે વહેલી સવારે સુરતથી કબજો લેવા આવેલા ભરવાડો અને દરબારો વચ્ચે ધિંગાણુ થયું હતુ. પંદરથી વધુના ટોળા દ્વારા લોખંડના પાઈપ, બરસી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો ઉછાળ્યા હતા. કુકેરીના એક યુવાનને લોહીલુહાણ કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અંબાજી દર્શન કરવા ગયેલા પરિવાર પર પોલીસનો કહેર

અંબાજી દર્શન કરવા ગયેલા પરિવાર પર પોલીસનો કહેર

અંબાજી મંદિરે દર્શન કરવા ગયેલા આણંદના એક પરિવારને પોલીસે મારતાં હોબાળો મચી ગયો હતો. દિવ્યાંગ ભાઈ તેમજ પરિવારના સભ્યો સાથે ગયેલી યુવતીએ પોલીસે દુર્વ્યવહાર કર્યા આક્ષેપ કર્યો છે. યુવતીએ કહ્યું કે, પોલીસે તેના પપ્પાને કોલર પકડીને નીચે પાડ્યા અને ભાઇને તથા તેને લાકડી મારી હતી.

નવસારીના 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

નવસારીના 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

નવસારી જિલ્લામાં બુટલેગરો સાથે સંપર્ક રાખનારા 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વરલીમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સુરતના પણ અનેક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. નવા રેન્જ આઇજી શમશેરસિંહે ચાર્જ સંભાળતાની સાથે જ બુટલેગરો અને પોલીસક્મરીઓની મિલીભગતની તપાસ કરાવી હતી.

મહેસાણાઃ 8 મહિનામાં 15 સ્ત્રીઓ પર દુષ્કર્મ

મહેસાણાઃ 8 મહિનામાં 15 સ્ત્રીઓ પર દુષ્કર્મ

ગુજરાતમાં સૌથી વધુ મહેસામા જિલ્લામાં મહિલાઓ અસુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 8 માસમાં માત્ર મહેસાણામાં દુષ્કર્મના 15 કેસ નોંધાયા હતા. ઓગસ્ટના અંત સુધીમાં 68 અપહરણ થયા હોવાની જાણકારી મળી છે. વર્ષ 2014માં 92 અને 2015માં 59 મહિલાઓનાં અપહરણ થયાં હતાં.

English summary
October 05 top local news gujarat bullet news
Please Wait while comments are loading...