હાર્દિક પટેલે પોલિસોને મારવા મામલે ફેરવી તોળ્યું

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલે પોલિસોને મારવા મામલે ફેરવી તોળ્યું.

હાર્દિક પટેલે પોલિસોને મારવા મામલે ફેરવી તોળ્યું.

રવિવારે, હાર્દિક પટેલે પટેલોને મારનાર પોલિસને મારવા જોઇએ તેવું કથિત નિવેદન કર્યું હોવાની વાત મીડિયા આવી હતી. જેની પર પાછળથી ફેરવી તોળતા હાર્દિક પટેલે સ્પષ્ટતા આપી હતી. તેણે સ્પષ્ટતા આપતા કહ્યું છે મારો મતલબ કાનૂન હાથમાં લેવાનો નહતો.

નડિયાદ પહોંચ્યા રક્ષામંત્રી મનોહર પાર્રીકર

નડિયાદ પહોંચ્યા રક્ષામંત્રી મનોહર પાર્રીકર

રવિવારે, કેન્દ્રિય રક્ષામંત્રી મનોહર પાર્રીકર નડિયાદ પહોંચ્યા. જ્યાં તેમણે વડતાલના સ્વામી નારાયણ મંદિરની મુલાકાત લીધી. અને પૂર્વ સૈનિકોના એક સંમેલનને પણ સંબોધ્યું. અહીં પરિકરે મેક ઇન ઇન્ડિયા અભિયાન પર ભાર મૂકતા કહ્યું ભારતમાં જ હથિયારો બનવા જોઇએ. વધુમાં તેમણે વન રેન્ક વન પેન્શન મામલે પણ જલ્દી જ નિકાલ આવવાની બાહેધરી આપી.

સુરતમાં ગેંગવાર, બે લોકો ગંભીર રીતે ઘાયલ

સુરતમાં ગેંગવાર, બે લોકો ગંભીર રીતે ઘાયલ

રવિવારે, સુરતમાં મોડી રાતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ. જેમાં ખુલ્લેઆમ ફાયરિંગ પણ કરવામાં આવ્યું. ત્રિભુવન નગર સોસાયટી પાસે થયેલી આ અથડામણમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તે બાદ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

શંકરસિંહ વાધેલાએ આનંદીબેનનું રાજીનામું માંગ્યું

શંકરસિંહ વાધેલાએ આનંદીબેનનું રાજીનામું માંગ્યું

ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકૂફ રાખવા મામલે શંકર સિંહ વાધેલાએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમના મંત્રીઓના રાજીનામા માંગ્યા. વધુમાં વાધેલાએ ગોધરાકાંડનો હવાલો આપતા કહ્યું કે ત્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ થઇ હતી તો હવે કેમ નહીં?

હાર્દિકના સમર્થનમાં નલીન કોટડિયાનું વિવાદાસ્પદ નિવેદન

હાર્દિકના સમર્થનમાં નલીન કોટડિયાનું વિવાદાસ્પદ નિવેદન

હાર્દિક પટેલ પોલિસને મારવા મામલે જ્યાં ફેરવી તોળ્યું છે ત્યાં જ અમરેલીમાં ધારાસભ્ય નલીન કોટડિયા આ મામલે હાર્દિકના સમર્થનમાં વિવાદાસ્પદ નિવેદન આપતા ગીતાનો સહારો લીધો છે. તેમણે કહ્યું કે ગીતામાં પણ અન્યાય સહન ન કરવો જોઇએ તેવું લખ્યું છે. તો પોલિસોનું આ ગુંડાગર્દી ના ચલાવવી જોઇએ. વધુમાં આવતી ચૂંટણીમાં તેમને ભાજપને પછાડવાની વાત પણ ઉચ્ચારી.

ખોખરાનો રેલ્વે ઓવરબ્રિજ બંધ કરાયો

ખોખરાનો રેલ્વે ઓવરબ્રિજ બંધ કરાયો

અમદાવાદના ખોખરા પાસે રેલ્વે ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડ્યા બાદ બ્રિજને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વધુમાં સરકારે આ અંગે યોગ્ય તપાસ અને કાર્યવાહી પણ હાથ ધરી છે.

હાર્દિક પટેલ રાજકોટ વનડેની ટિકટ ખરીદી અનામત માંગશે

હાર્દિક પટેલ રાજકોટ વનડેની ટિકટ ખરીદી અનામત માંગશે

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તેના સમર્થકોને ક્રિકેટ મેચની ટિકટ ખરવાનું કહ્યું. હાર્દિકે રાજકોટમાં રમાનારી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે થનારી ક્રિકેટ વન ડેની ટિકટ ખરીદી મેચ દરમિયાર પ્રદર્શન કરવાની વાત કહી છે. સાથે જ આ મેચમાં હાર્દિક પટેલ પણ હાજર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X