ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

આ વર્ષે રૂપાલ પલ્લીમાં પહેલાની જેમ નહીં થાય ઘીનો અભિષેક!

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

દારૂ લઈ જતી રિક્ષાએ ટકકર મારતા યુવતીનું મોત

દારૂ લઈ જતી રિક્ષાએ ટકકર મારતા યુવતીનું મોત

અમદાવાદ વિજય નગર પેટ્રોલપંપ પાસે દારૂ ભરેલી રિક્ષાએ એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. અમદાવાદના વિજય નગર પાસે દારૂ ભરેલી રિક્ષા પૂરપાટ જઈ રહી હતી, જેમાં દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓ પણ હતી. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો

નોંધનીય છે કે રીક્ષા સાથે યુવતીનો થયેલા આ અકસ્માતના તમામ દ્રશ્યો સવારે સીસીટીવીમાં ઝીલાયા હતા. અકસ્માત બાદ બે બુટલેગર મહિલાઓ નાસી છુટી હતી. ઘટના બાદ નારણપુરા પોલીસે પ્રોહિબીશનનો ગુન્હો નોંધીને રિક્ષા ચાલકની ધરપકડ કરી છે.

નવરાત્રી સમયે, સુરતમાં નવજાત બાળકીને ત્યજી દેવાઈ

નવરાત્રી સમયે, સુરતમાં નવજાત બાળકીને ત્યજી દેવાઈ

સુરતમાં આવેલા સચિન વિસ્તારની જીઆઇડીસીમાં આવેલા એક મંદિરમાં માતાએ નવજાત બાળકીને મંદિરના પ્રાંગણમાં ત્યજી દીધી હતી. આ બાળકીના રડવાનો અવાજ સાંભળીને પૂજારીને જાણ થઈ હતી કે કોઈ બાળકી ત્યજીને જતું રહ્યું છે. જે બાદ પૂજારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.

છઠ્ઠા નોરતે વરસાદ વચ્ચે વલસાડમાં ખેલૈયા ઘૂમ્યા

છઠ્ઠા નોરતે વરસાદ વચ્ચે વલસાડમાં ખેલૈયા ઘૂમ્યા

વરસાદે અમદાવાદમાં વિરામ લીધો હતો, પરંતુ ભાવનગર, વલસાડ અને સરતમાં કયાં ક્યાંક વરસાદે એન્ટ્રી કરી હતી, તેમ છતાં વરસાદને કારણે રીઢા બની ગયેલા ગરબા પ્રેમીઓએ વરસાદમાં પણ ગરબા ચાલું રાખ્યા હતા અને ભીના થયેલા ગરબાના ગ્રાઉન્ડ ઉપર પણ ગરબાની મજા માણી હતી.

કાશ્મીરમાં મૃત્યુ પામેલ ગુજરાતી યુવાનની બગસરા ખાતે અંતિમયાત્રા

કાશ્મીરમાં મૃત્યુ પામેલ ગુજરાતી યુવાનની બગસરા ખાતે અંતિમયાત્રા

કાશ્મીરમાં ફરજ બજાવતા અને દેશની સેવા કરતા ગુજરાતના બગસરાના 25 વર્ષીય નવયુવાન જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે વેપારીઓએ શહિદના માનમાં સ્વંયભૂ બંધ પાળ્યો હતો. શહિદ ભાવેશભાઇ ત્રીભોવનભાઇ રાખચીયા નામના બીએસએફ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે બગસરા ખાતે અંતિમ વિધી કરાઇ હતી. બીએસએફના ફરજ બજાવતા જવાનને કાશ્મીરમાં ડ્યુટી સોંપાઇ હતી અને બરફ પરથી પડી જતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયા બાદ ગઈકાલે તેમના મૃતદેહને બગસરા લવાયો હતો.

ઉનામાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ

ઉનામાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ

ગુજરાતમાં નવરાત્રી સમયે પણ વરસાદ ખમૈયા કરવાનું નામ નથી લેતો. ઉનામાં આજે એક કલાકમાં જ 1 ઇંચ વરસાદ પડતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તો ગીર સોમનાથમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદે માઝા મૂકી હતી.

સુરેશ પ્રભુએ પણ કહ્યું નવરાત્રી તો વડોદરાની!

સુરેશ પ્રભુએ પણ કહ્યું નવરાત્રી તો વડોદરાની!

વડોદરામાં ચાલી રહેલા સ્વિચ ગ્લોબલ એક્સપોમાં આજે કેન્દ્રિય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ હાજરી આપી હતી. એક્સપોના બીજા દિવસે પ્રભુએ જણાવ્યું હતું કે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. માણસ તેની વિચાર શક્તિનો સદઉપયોગ કરે તો તે ધારે તેવી સફળતા મેળવી શકે છે. આ જો કે આ પ્રસંગે સુરેશ પ્રભુએ વડોદરા જેવા સાંસ્કૃતિક શહેરમાં થતી નવરાત્રીના પણ ભરપેટ વખાણ કરતા કહ્યું હતું કે વડોદરા જેવી નવરાત્રી બીજે ક્યાંય નથી થતી.

English summary
October 07 top local news gujarat bullet news.
Please Wait while comments are loading...