હાઇકોર્ટેનો આદેશ, હાર્દિક પટેલ આપે નવું સોંગદનામું

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાઇકોર્ટેનો આદેશ, હાર્દિક પટેલ આપે નવું સોંગદનામું

હાઇકોર્ટેનો આદેશ, હાર્દિક પટેલ આપે નવું સોંગદનામું

ગુરુવારે, હિબિયસ કોપર્સ કેસ મામલે હાર્દિક પટેલ ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહ્યો હતો. હાઇકોર્ટે હાર્દિક પટેલના સોંગદનામા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અને નવું સોંગદનામું રજૂ કરવાનું કહ્યું હતું. ત્યારે આ મામલે હવે 20 ઓક્ટોબરના રોજ સુનવણી થશે.

ઇન્ડિયન મુઝાહીદ્દીના લેટરમાં સોમનાથ મંદિરને ઉડાવાની ધમકી

ઇન્ડિયન મુઝાહીદ્દીના લેટરમાં સોમનાથ મંદિરને ઉડાવાની ધમકી

ગુરુવારે, સોમનાથ મંદિરમાં વ્હાઇટ કલરના પેપર ગુજરાતી ભાષામાં ઇન્ડિયન મુઝાહીદ્દીનના હવાલે એક પત્ર આવતા પોલિસ તંત્ર સાબદુ થયું હતું. આ પત્રમાં સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી લખવામાં આવી હતી. જે બાદ ડોગ સ્કોર્ડ અને બોમ્બ સ્કોર્ડને બોલાવીને મંદિર પરિસરની તપાસ આરંભાઇ હતી. ત્યારે આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે અને અહીં કેવી રીતે પહોંચ્યો તે વિષે પોલિસ હાલ તપાસ કરી રહી છે.

બનાસકાંઠામાં આનંદીબેને ભવનનું કર્યું લોકાર્પણ

બનાસકાંઠામાં આનંદીબેને ભવનનું કર્યું લોકાર્પણ

બનાસકાંઠાના લાખણી ગામે મુખ્યમંત્રી આનંદીબેન પ્રાંત ભવનનું લોકાર્પણ કર્યું. સાથે જ તેમણે પૂર પીડિતોને ચેક પણ આપ્યા. ત્યારે આ પ્રસંગે આનંદીબેન સ્વચ્છતા અભિયાન હેઠળ જે તાલુકા પહેલા, ટોયલેટ બનાવાનો રાજ્ય સરકારનો ટાર્ગેટ પુરો કરે તેને 50 લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

BSFએ બનાસકાંઠાથી એક પાકિસ્તાને નાગરિકને પકડ્યો

BSFએ બનાસકાંઠાથી એક પાકિસ્તાને નાગરિકને પકડ્યો

બનાસકાંઠા પાસે આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પરથી BSFએ એક પાકિસ્તાની નાગરિક પકડ્યો છે. ખોડાભાઇ ભુનજી નામના આ 60 વર્ષીય વ્યક્તિ પાકિસ્તાનના સિંધ પ્રાંતનો વતની છે. વળી તેણે પોતાના બચાવમાં કહ્યું હતું કે તે પશુ ચરાવતી વખતે ભૂલથી બોર્ડર પાર ગયો છે. ત્યારે આ અંગે સેનાએ વધુ તપાસ આદરી છે.

ભાવનગરના એક પરિવારે સામુહિક આત્મહત્યા કર્યો પ્રયાસ

ભાવનગરના એક પરિવારે સામુહિક આત્મહત્યા કર્યો પ્રયાસ

ભાવનગરના તલેજાના સાથરા ગામમાં એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકોની હાલત ગંભીર છે. પરિવારનો યુવક એક યુવતીને ઉપાડી ગયો હતો જે બાદ યુવતીના પરિવારજનોની હેરાનગતિથી કંટાળી આ પગલુ લેવાયું હોવાની વાત બહાર આવી છે

વડતાલ મંદિરમાં ધર્માદા મુદ્દે વિવાદ વણસ્યો

વડતાલ મંદિરમાં ધર્માદા મુદ્દે વિવાદ વણસ્યો

ગુરુવારે, ચેરીટી કમિશ્નરના આદેશ બાદ પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ધર્માદો ના સ્વીકારાતા વડતાલ મંદિરના કોઠારી સ્વામી અને હરિભક્તો વચ્ચે બોલચાલ થઇ હતી. મામલો એટલો બચક્યો કે પોલિસને બોલવવી પડી હતી. જે બાદ આ મામલો થાળે પડ્યો હતો.

લાલજી પટેલે રાજકોટની મુલાકાત પર

લાલજી પટેલે રાજકોટની મુલાકાત પર

પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલે ગુરુવારે રાજકોટની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે 18મી તારીખે યોજાનારી માર્ચમાં કોઇએ કાંકરીચોળા ન કરવા અને શાંતિથી વિરોધ કરવા માટે લોકોને નિવેદન કર્યું હતું.

રાજકોટમાં લાલજી પટેલ વિરુદ્ધ પોસ્ટરો મૂકાયા

રાજકોટમાં લાલજી પટેલ વિરુદ્ધ પોસ્ટરો મૂકાયા

જો કે એક બાજુ જ્યાં લાલજી પટેલે રાજકોટની મુલાકાત લીધી ત્યાં જ બીજી તરફ રાજકોટના સોશ્યલ મીડિયામાં એક પોસ્ટર ફરતું કરવામાં આવ્યું હતું. જેમાં લાલજી પટેલને ભાજપ તરફી ગણાવીને હાર્દિક પટેલને સાચો પાટીદાર ગણાવામાં આવ્યો હતો.

વડોદરાથી નિરજ ગ્રોવર કેસની આરોપી મોડેલ મોનિકા મારિયા પકડાઇ

વડોદરાથી નિરજ ગ્રોવર કેસની આરોપી મોડેલ મોનિકા મારિયા પકડાઇ

દેશભરમાં ચકચાર મચાવનાર નિરજ ગ્રોવર મર્ડર કેસની મુખ્ય આરોપી મોનિકા મારિયાની અમદાવાદથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મારીયા પર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના ઓપરેટર સાથે 2.11 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. વળી તેની પર તેના બોયફ્રેન્ડ ટીવી સિરીયલ પ્રોડ્યૂસર નિરજ ગ્રોવરની હત્યા કરવાનો પણ આરોપ છે.

હરેન પંડ્યા કેસના મુખ્ય આરોપી સાઉદી અરબથી પકડાયા

હરેન પંડ્યા કેસના મુખ્ય આરોપી સાઉદી અરબથી પકડાયા

સત્તાવાર સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ હરેન પંડ્યા કેસના બે મુખ્ય આરોપી મુફ્તિ સુફિયાન અને ઝુનૈલ આબિદ્દિનની સાઉદી અરેબીયામાં અટકાયત કરવામાં આવી છે. અને શક્યતા છે કે આ બન્નેને ભારત સરકારને જલ્દીથી જ સોંપવામાં આવે. નોંધનીય છે કે કેશુભાઇ પટેલની સરકારના ગુહમંત્રી એવા હરેન પંડ્યાની હત્યા વર્ષ 2003માં કરવામાં આવી હતી. તેમની કાર પર સાત રાઉન્ડ ફાયર કરી તેમને મારવામાં આવ્યા હતા. ગોધરાકાંડના પગલે આ હત્યા કરાઇ હોવાનું માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X