For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભાજપને ગઢ ગણાતા સુરતમાં મળ્યો છે AAPથી પડકાર

ભાજપને ગઢ ગણાતા સુરતમાં મળ્યો છે AAPથી પડકાર

આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની 16 ઓકટોબરની સુરતની રેલીમાં મોટાપાયે શક્તિ પ્રદર્શન કરી વધુ એક મોરચો ખોલી રહી છે. PM મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં તેમના કટ્ટર રાજકીય વિરોધી કેજરીવાલની રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો ઊમટી ન પડે તે માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.

દશેરાએ 211 દલિતોનું ધર્માંતરણ : શિક્ષક, MBA સ્ટુડન્ટ્સે બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી

દશેરાએ 211 દલિતોનું ધર્માંતરણ : શિક્ષક, MBA સ્ટુડન્ટ્સે બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી

ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચારને લઇને દલિત સમાજમાંથી હવે ધર્માતરણ થવા માંડ્યું છે. દશેરાએ ગુજરાતમાં 211 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ધર્માંતરણ પાછળ ઉનાકાંડ કારણભૂત હોવાનું મનાવમાં આવી રહ્યું છે. અમદાવાદમાં, કલોકમાં અને સુરેન્દ્રનગરમાં લોકોએ દિક્ષા ગ્રહણ કરી હતી.

અરવલ્લી ગામે બિસ્માર રસ્તા બાબતે ચક્કાજામ

અરવલ્લી ગામે બિસ્માર રસ્તા બાબતે ચક્કાજામ

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે સ્થાનિકો દ્વારા બિસ્માર રસ્તાના વિરોધમાં આસપાસના ગામોના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. મોડાસાના સરડોઇ - મેઢાસણનો ૬ કિલોમીટરનો રોડ અત્યંત ભંગાર હાલતમાં ફેરવાઈ જતાં ૧૦ થી વધુ ગામોની પ્રજા ભારે હાલાકી ભોગવી રહી હતી. જેની માર્ગ અને મકાન વિભાગ સમક્ષ જોખમી માર્ગ નવો બનાવી આપવાની વારંવારની રજૂઆતો છતાં વર્ષોથી કોઈ નિવેડો ન આવતાં સરડોઈ તેમજ આજુબાજુના ગામડાના લોકો એ મોડાસા હિમતનગર હાઈવે પર આવેલ મેઢાસણ પાટીયા નજીક રસ્તો ચક્કાજામ કર્યો હતો. જ્યારે આ ચક્કાજામની જાણ પોલીસને થતાં પોલીસ તાબડ તોડ ઘટના સ્થળ ઉપર આવી પહોચી હતી.અને ચક્કાજામ કરનાર ૨0 કરતાં વધારે લોકોની અટકાયત કરી મોડાસાના રૂરલ પોલીસસ્ટેશન લઇ જઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ફાફડા બનાવતી વખતે આગ લાગી

ફાફડા બનાવતી વખતે આગ લાગી

દશેરાના પર્વ પર ફાફડા-જલેબીની ધૂમ ખરીદી નીકળતી હોય છે. નારણપુરાના અંકુર સર્કલ પાસે આવેલા મયૂર ભજયા દ્વારા ઉભા કરાયેલા પંડાલમાં ફાફડા બનાવતી વખતે આગ લાગી હતી. આગના કારણે 2 વ્યક્તિ દાજી જતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ગેસની નળી ફાટવાના કારણે આગ લાગી હતી.

મુંબઇ લઇ જવાતો 45 લાખનો ગુટખાનો જથ્થો ઝડપાયો

મુંબઇ લઇ જવાતો 45 લાખનો ગુટખાનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં ગુટખા બંધી લઇને કડક કાયદા ઓં અમલમાં હોવા છતાં વારંવાર અનેક સ્થળે ગેરકાયદેસર ગુટખા અને તમાકુ ના જથાઓ મળી આવે છે. મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર ગુટખા ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પેટ્રોલિંગ દરમિયાન ભીલાડ પોલીસે લાખો રૂપિયાની ગેરકાયદેસર ગુટખા કૌભાંડ ઝડપાયું છે.

રાજ્યના 1600 યુવાનો ફોલો કરી રહ્યા છે ઇસ્લામિક સ્ટેટને

રાજ્યના 1600 યુવાનો ફોલો કરી રહ્યા છે ઇસ્લામિક સ્ટેટને

સોશિયલ મીડિયા પર ઇસ્લામિક સ્ટેટની કોમ્યુનિટીને કોઇ ઓપરેટ કરી રહ્યું છે. તેના પેજીસને લાઇક કરનાર રાજ્યના 1600 યુવાનો પર વોચ રાખવામાં આવી રહી છે. આતંકી ગ્રુપ ઇસ્લામિક સ્ટેટના ઓનલાઇન પ્લેટફોર્મ પર મોટાભાગના ટિનેજર્સ છે.

ધોરાજીમાં તાજિયાના જુલૂસ સાથે થશે મહોરમની ઉજવણી

ધોરાજીમાં તાજિયાના જુલૂસ સાથે થશે મહોરમની ઉજવણી

ગુજરાતમાં ધોરાજીના તાજિઆ જૂલુસ ઘણા જાણીતા છે અહીં સમુલ્મ બિરાદરો વધારે પ્રમાણમાં વસતા હોવાથી દર વર્ષે કલાત્મક તાજિયા નીકળતા હોય છે જેને જોવા ઘણા લોકો ખાસ ધોરાજીની મુલાકાત લેતા હોય છે. આજે મહોરમના દિવસે 70 કરતાં પણ વધારે તાજિયા યા હુસેન ના નારા સાથે લાવવામાં આવ્યા હતા. બાદ તા 12 બુધવારે બપોરે રુસ્તમના તાજીયા માતમનું વિશાલ જુલૂસ કાઢવાની શરૂઆત થઈ હતી. ધોરાજી માં મોહરમ નિયમિતએ શાનદાર ઉજવણી થઇ રહી છે આજે તા 11 ના રોજ સાંજે પડ માં આવશે જેમાં સર્વ પ્રથમ સૈયદ રુસ્તમ માતમનો તાજીયો પડમાં આવશે અને રાત્રે ઘેર સહીત ના કાર્યકર્મ યોજાશે અને બપોરે 4 કવાગ્યો ધોરાજીના ચકલા ચોક માંથી રુસ્તમ માતમના આગેવાનો તથા મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોટું જુલુસ નીકળશે. અને સાંજે 6 કલાકે ખ્વાઝા સાહેબના મેદાનમાં હુસેની કમિટી દ્વારા આયોજિત ભવ્ય નિયાઝ નું આયોજન પણ થયું છે.

દશેરાએ ગુજરાતના આ શહેરમાં પતંગ ચગે છે!

દશેરાએ ગુજરાતના આ શહેરમાં પતંગ ચગે છે!

સામાન્ય રીતે ગુજરાતમાં પંતગોત્સવ 14-15 જાન્યુઆરીના રોજ ઉઝવાયછે પરંતુ ગુજરાતના કેટલાક સ્થળોએ પતંગ નથી ચગતા., તેમાનું એક છે માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર, સિદ્ધપુરમા લોકએ દશેરાના દિવસે પતંગ ચગાવ્યા હતા. સિદ્ધ્ પુરમાં જાન્યુઆરીમાં ઉતરાયણ મનાવાતી નથી, તેથી દશેરાએ લોકો ધાબા પર ચઢી જાય છે અને પતંગ ચગાવવાની મજા માણે છે ઘઈ કાલે પણ લોકોએ મસ્તીથી પતંગ ચગાવ્યા હતા. અને સિદ્ધપુરમાં ફાફાડા જલેબીની સાથે પતંગની દુકાનો પણ ધમધમતી હતી. દશેરાના દિવસે પતંગ ચગાવવા પાછળ એવી ઘટના કારણભૂત છે કે મકરસંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીના દિને રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હોવાથી શહેરમાં પતંગ ઉત્સવ નથી મનાવવામાં આવતો માત્ર દાન કરવામાં આવે છે. અને દશેરાના દિવસે પંતગોત્સવ થાય છે.

સુરત -અમરેલી વચ્ચે પ્રથમ ફ્લાઇટનો શુભારંભ

સુરત -અમરેલી વચ્ચે પ્રથમ ફ્લાઇટનો શુભારંભ

સુરત અને અમરેલી વચ્ચે એરકનેક્ટ દ્વારા દરરોજ વિમાની સેવાન શરૂઆત કરવામાં આવી હતી,. .મ ત્ર 9 સીટના આ પ્લેનમાં વિમાની સેવાના ઉદ્ધાટન પહેલા દિવ્યાંગ લોકોને મુસાફરી કરાવાવમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમરેલીના ઘણા લોકો સુરમતાં આવીને વસ્યા છએ પરંતુ તેમને કોઈ સીધી ટ્રેન સેવા મળતી નતી. આથી સર્જાતી મુશ્કેલીનાઉકેલ રૂપે વિમાની સેવા શરૂ કરવામાં આવી છે અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ અમરેલી જીલ્લાના દિવ્યાંગોને મફત હવાઇ મુસાફરી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયા, લવજીભાઇ બાદશાહ, લાલજીભાઇ અને સવજીભાઇના પ્રયાસોથી આ હવાઇ સેવા શરૂ કરવામાં આવી છે. આજે નવ સીટર પ્લેનની પ્રથમ ઉડાન સુરતથી અમરેલી આવી ત્યારે અમરેલીના લોકોમાં ઉત્સવ હોય તેવો માહોલ વ્યાપી ગયો હતો.

એશિયાનો સૌથી મોટો ડેરી પ્લાન્ટ ગાંધીનગરમાં બનશે

એશિયાનો સૌથી મોટો ડેરી પ્લાન્ટ ગાંધીનગરમાં બનશે

ગાંધીનગર સ્થિત મધર ડેરી ખાતે 400 કરોડના ખર્ચે દૂધ પ્રોસેસિંગ અને તેનું પ્રોડક્શન વધારી 50 લાખ લિટર. કોઇ એક જગ્યાએ દૂધ અને તેની અન્ય પ્રોડક્ટ્સનું આટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેટલો મોટો પ્લાન્ટ એશિયામાં પહેલીવાર બનશે. આ એક્સાપાન્ડિંગ પ્લાન્ટથી ગાંધીનગરની એશિયામાં આગવી ઓળખ બનશે.

વિદેશી ચીજો પરનો મોહ ઘટાડોઃ રૂપાણી

વિદેશી ચીજો પરનો મોહ ઘટાડોઃ રૂપાણી

ચીનના નામનો ઉલ્લેખ કર્યા વીના રૂપાણીએ પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વિદેશી ચીજો પરનો મોહ ઘટાડીને સ્વદેશી વસ્તુઓ અપનાવો. રૂપાણીએ આડકતરી રીતે ચાઇનિઝ વસ્તુઓ ન ખરીદવા સૂચન કર્યું છે.

કોલ સેન્ટર પર દરોડો પાડવા ગયેલા PSI પાસે માફીપત્ર લખાવાયું

કોલ સેન્ટર પર દરોડો પાડવા ગયેલા PSI પાસે માફીપત્ર લખાવાયું

દારૂના અડ્ડા કરતા વધુ ફાયદો કરાવતા અમદાવાદ શહેરના ગેરકાયદે કોલ સેન્ટર અંગેની તપાસ મુંબઈ પોલીસ કરી જતા શહેર પોલીસનું નાક કપાયું છે. મુંબઈ પોલીસે આ આંતરાષ્ટ્રીય કૌભાંડનો ભાંડો ફોડ્યો તે પહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરને આવી જ કાર્યવાહી કરતા માફીપત્ર લખી આપવાની ફરજ પડી હતી.

વલસાડમાં વિચિત્ર અકસ્માતમાં ફસાયેલા વૃદ્ધને બહાર કઢાયા

વલસાડમાં વિચિત્ર અકસ્માતમાં ફસાયેલા વૃદ્ધને બહાર કઢાયા

વલસાડ નજીક અટક પારડી હાઈવે ઉપર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ફસાઈ ગયેલા એક વૃદ્ધને માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક અને બ્રિજની રેલિંગ વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી. કાર રોંગ સાઈડથી ઓવરટેઈક કરવા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ કારમાં એક વૃદ્ધ ફસાયા હતા. સ્થાનિક લોકોએ કાચ તોડી વૃદ્ધને બહાર કાઢ્યા હતા. પરંતુ એક કલાકની જહેમત બાદ વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. કેમ કે કાર ટ્રક અને બ્રિજની રેલિંગ વચ્ચે અટવાયેલી હતી. જેથી તે વૃદ્ધને ઘણા સમય સુધી આ પરિસ્થિતમાં ફસાઈ રહેવું પડયું હતું અને બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

English summary
October 12 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X