For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કચ્છની વાધકોટ બોર્ડર પર BSF મળ્યા ધુસણખોરીના નિશાન

કચ્છની વાધકોટ બોર્ડર પર BSF મળ્યા ધુસણખોરીના નિશાન

કચ્છની વાધકોટ પાસેથી બીએસએફના જવાનોને ઊંટ અને ત્રણ વ્યક્તિઓના પગના નિશાન મળતા તંત્ર સાબદુ કરાયું છે. પાકિસ્તાન તરફથી આ લોકોએ ધુસણખોરી કરી હોય તેવી પોલિસને શંકા છે. જે બાદ બીએસએફના જવાનોએ વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડમાં રેલ્વે ટિકિટના કૌભાંડ થયો પર્દાફાશ

વલસાડમાં રેલ્વે ટિકિટના કૌભાંડ થયો પર્દાફાશ

વલસાડમાં રેલ્વે ટિકિટના કૌભાંડનો પોલિસે પર્દાફાશ કર્યો છે. 7 લાખની કિંમતની 150 રેલ ટિકિકો સાથે પોલિસે કોન્વેન્ટ હાઇસ્કૂલની બાજુ ચાલતી આશિષ બેટરી નામની ઓફિસને સીલ કરી છે. અને એક વ્યક્તિની પોલિસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આ લોકો રેલ્વે ટિકટોની કાળાબજારી કરતા હતા.

વડોદરામાં 10 ક્રોંગ્રેસ કાર્યકર્તાઓની થઇ અટક

વડોદરામાં 10 ક્રોંગ્રેસ કાર્યકર્તાઓની થઇ અટક

સોમવારે, વડોદરામાં એનડીએ સરકાર દ્વારા રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની ટપાલ ટિકિટો બંધ કરાવાના નિર્ણયના વિરોધમાં વડોદરાના યુવા ક્રોંગ્રેસી કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. વડોદરાની મુખ્ય ટપાલ ઓફિસ સામે સુત્રોચ્ચાર કરતા પોલિસે 10 કાર્યકર્તાઓની અટક કરી હતી.

ગાંધીનગરમાં શંકર ચૌધરીની નકલી ડિગ્રી મામલે NSUIનો વિરોધ

ગાંધીનગરમાં શંકર ચૌધરીની નકલી ડિગ્રી મામલે NSUIનો વિરોધ

સોમવારે, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી મેદાનમાં એનએસયુઆઇના યુવાનોએ ભાજપના નેતા શંકર ચૌધરીની નકલી ડિગ્રી મામલે રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ગુજરાતના મોડેલ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. .જે બાદ પોલિસે તેમની અટક કરી હતી.

સુરતમાં ઝડપાયા બે તુર્કીશ નાગરિકો

સુરતમાં ઝડપાયા બે તુર્કીશ નાગરિકો

સુરતના હજારામાંથી એક સ્પીડ બોટ સાથે બે તુર્કીશ નાગરિકોને પોલિસે ઝડપ્યા છે. હજારામાં એક તુર્કીશ જહાજને લાગંરવામાં આવ્યું હતું જેમાંથી આ બે નાગરિકો સ્પીડ બોટ લઇને અહીં ફરવા આવ્યા હતા.

રૂપલ પલ્લી માટે પોલિસ કર્યો ચાંપતો બંદોવસ્ત

રૂપલ પલ્લી માટે પોલિસ કર્યો ચાંપતો બંદોવસ્ત

ગાંધીનગર પાસે આવેલા રૂપલ ગામે દર નવરાત્રીની આઠમે પલ્લી ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે પણ માં વરદાયનીની પલ્લીમાં કાનૂન વ્યવસ્થા સચવાઇ રહે તે માટે પોલિસ 1 હજાર પોલિસકર્મીઓને મંદિર પરિસર પાસે ગોઠવ્યા છે. અને સીસીટીવી દ્વારા તમામ પર ચાંપતી નજર રાખવામાં આવી છે.

English summary
October 20: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X