ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પોલિસને ધક્કો મારીને છોટા ઉદેપુરના ત્રણ આરોપી થયા ફરાર

પોલિસને ધક્કો મારીને છોટા ઉદેપુરના ત્રણ આરોપી થયા ફરાર

છોટા ઉદેપુરના કવાંટ શહેરમાંથી લૂંટના અલગ અલગ 12 કેસો જેમને નામે નોંધાયા છે તેવા ત્રણ આરોપી પોલિસને ધક્કા મારીને જતા રહ્યા. બાથરૂમમાં પાણી ન હોવાનું કહીને પોલિસ પાસે લોકઅપનું તાળું ખોલાવીને પોલિસને ધક્કો મારી આ આરોપીઓ ભાગી છૂટા. આ ત્રણેય આરોપીઓના નામ જગન રાઠવા, અમરસિંહ રાઠવા અને પ્રવિણ રાઠવા છે.

અમદાવાદ પહોંચ્યા શાહિદ અને આલિયા ભટ્ટ

અમદાવાદ પહોંચ્યા શાહિદ અને આલિયા ભટ્ટ

મંગળવારે,બોલીવૂડના સ્ટાર શાહિદ કપૂર અને આલિયા ભટ્ટે અમદાવાદની મુલાકાત લીધી. અહીં તેમણે તેમની આવનારી ફિલ્મ શાનદાનનું પૂરજોશથી પ્રમોશન કર્યું. જ્યાં શાહિદે જણાવ્યું કે નવરાત્રી હંમેશા તેના માટે શુભ રહી છે. અને તેની ફિલ્મ પણ આ નવરાત્રીમાં સારું કલેક્શન કરશે.

આનંદી બહેને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠક યોજી

આનંદી બહેને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠક યોજી

મંગળવારે, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદી બેનની અધ્યક્ષતામાં ભાજપની કાર્યકારીની એક બેઠક મળી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે રણનીતિ નક્કી કરવામાં આવી.

ઇન્ડિયન મુઝાહીદ્દીને જૂનાગઢના બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

ઇન્ડિયન મુઝાહીદ્દીને જૂનાગઢના બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

મંગળવારે, જૂનાગઢના બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો પત્ર પોલિસને મળતા પોલિસે ડોગ સ્કોર્ડ દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવી હતી. નોંધનીય છે કે આ પત્ર ઇન્ડિયન મુઝાહિદ્દીન અને સીમીના નામે આવ્યો હતો. જો કે તપાસ કરતા કશું પણ વાંધાજનક નહતું મળ્યું.

મુદ્ગા પોર્ટ પરથી 50 લાખની ડ્યૂટી ચોરી પકડાઇ

મુદ્ગા પોર્ટ પરથી 50 લાખની ડ્યૂટી ચોરી પકડાઇ

મુદ્રા પોર્ટ પરથી 50 લાખની ડ્યૂટી ચોરી કસ્ટમ વિભાગે પકડી પાડી છે. લીલી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ચીનથી આ માલ મંગાવ્યો હતો. જેમાં બાળકોના કપડાના બદલે પુરુષોના કપડા અને ઇલેક્ટ્રોનિક આઇટમો છુપાવીને ભારતમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે પર કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટની નકલી માખણ બનાવતી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટની નકલી માખણ બનાવતી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા

મંગળવારે, અમીધારા નામના ડેરી ફોર્મ પર આરોગ્ય વિભાગે દરોડા પાડીને મોટી માત્રમાં નકલી માખણનો જથ્થો પકડી પાડ્યો છે. વધુમાં કિશોર વેલજી નામના ડેરીના માલિકની પણ અટક કરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ તાજવીજ હાથ ધરાઇ છે.

સુરતમાં પાટીદારોએ કરી હાર્દિક પટેલને છોડવાની માંગ

સુરતમાં પાટીદારોએ કરી હાર્દિક પટેલને છોડવાની માંગ

મંગળવારે, સુરતના પાટીદારો વિરોધ પ્રદર્શન કરીને પાટીદારો માટે અનામતની માંગણી કરી રહેલા તેમના નેતા હાર્દિક પટેલને છોડી મૂકવાની માંગ કરી. વધુમાં તેમણે જણાવ્યું કે હાર્દિક પટેલને સરકાર ખોટી રીતે હેરાન કરી રહી છે.

ગુજરાત હાઇકોર્ટનો આદેશ ચૂંટણી જલ્દી કરાવો

ગુજરાત હાઇકોર્ટનો આદેશ ચૂંટણી જલ્દી કરાવો

ગુજરાત હાઇકોર્ટે આજે સ્થાનીક ચૂંટણી મોડેથી કરાવાની રાજ્ય સરકારની અરજીને નકારી દીધી છે. અને જલ્દી જ ચૂંટણી કરવાનું રાજ્ય સરકારને ફરમાન આપ્યું છે.

અમદાવાદમાં ડોક્ટરોને ગરબા કરવા ભારે પડ્યા!

અમદાવાદમાં ડોક્ટરોને ગરબા કરવા ભારે પડ્યા!

અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ડોક્ટરો દ્વારા ગરબા કરવા મામલે હવે વિવાદ વધ્યો છે. ગરબે ગુમતા ડોક્ટરોએ આઇસીયુમાં મોટા અવાજે સંગીત લગાડી ગરબા કર્યા હતા. સામાન્ય રીતે આઇસીયુમાં મોબાઇલ લઇ જવાની પણ છૂટ નથી આપતી કારણ કે તે દર્દીઓને પરેશાન કરી શકે છે. ત્યારે ગરબા કરતા વિવાદ ઊભો થયો છે. નોંધનીય છે કે સોમવારે જ આ વોર્ડને હેલ્થ મિનિસ્ટર નિતિનભાઇ પટેલ દ્વારા ખુલ્લો મૂકાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X