ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગઇકાલે જમજીર ધોધમાં ડૂબેલા યુવાનનો આજે મળ્યો મૃતદેહ

ગઇકાલે જમજીર ધોધમાં ડૂબેલા યુવાનનો આજે મળ્યો મૃતદેહ

દીવનાં વણાંકબારાનો યુવાન ભાવિન રામજીભાઇ સોલંકી (ઉ.વ.22) ઉંડા પાણીમાં જમજીર ધોધમાં ન્હાવાપડતા ડૂબી ગયો હતો. ગઈ કાલથી તેની શોધખોળ ચાલું હતી ત્યારે આજે બપોરે તેની લાશ ધોધમાંથી મળી આવી હતી. તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વણાંકબારાનાં ખારવા સમાજનાં 10થી વધુ યુવાનો રવિવારે જમજીર ધોધ ખાતે ફરવા આવેલ અને બપોરે ભોજન લઇ ન્હાવા પડયા હતાં. ત્યારે આ કરૂણ ઘટના બની હતી.

પ્રણવ મુખર્જીના હેલલિકોપ્ટરને કરાવવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ

પ્રણવ મુખર્જીના હેલલિકોપ્ટરને કરાવવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ

પ્રણવ મુખરજીએ ગત રોજ ભરૂચ તથા અંકલેશ્વરમાં હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું ત્યાર બાદ તેઓ ગાંધીનગર બાપુ વિલેજમાં વિદ્યાર્થીઓને પદવી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. રાષ્ટ્રપતિના કાફલામાં 3 હેલિકોપ્ટર હતા તેમાંથી એક હેલિકોપ્ટરમા ખામી સર્જાતા વિમાનમાં વડોદરામાં તેને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ. આ કાફલામાં શંકરસિંહ વાઘેલા પણ સામેલ હતા. રાષ્ટ્રપતિ શંકરસિંહ વાઘેલાની બાપુ વિલેજ કોલેજના પદવીદાનમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે આ ખામી દરમિયાન કોઈ પણ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ન્હાવા પડેલા બાળકો ડૂબતા ગામમાં માતમ

ન્હાવા પડેલા બાળકો ડૂબતા ગામમાં માતમ

જૂનાગઢના માંગરોળના ચારાબજાર નજીક આવેલા તાઇવાડામાં રહેતા ત્રણ મિત્રો નામે અકદીર તાઇ (ઉ.વ.16), મુસ્તફા ફૈસલ અ.કદીર (ઉ.વ.15) તથા ફૈઝાન ઇકબાલ તાઇ (ઉ.વ.13)રમવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને પાસે આવેલા ધોધમાં ન્હાવા જતા ડૂબી ગયા હતા. બાળકો ડૂબવા લાગતા આસપાસના ખેતરમાંથી લોકો બચાવવા માટે દોડી આયા હતા અને બાળકોને બેભાન હાલતમાં બહાર કાઢયા હતા. અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. બાળકોના આ પ્રકારે મોતથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

ભાવનગરના કલાકારોનો કેનેડામાં જીવલેણ અકસ્માતમાં બચાવ

ભાવનગરના કલાકારોનો કેનેડામાં જીવલેણ અકસ્માતમાં બચાવ

ભાવનગરના સંગીતના કલાકારો નવરાત્રિ દરમિયાન એક કાર્યક્રમ માટે કેનેડા ગયા હતા. દરમિયાન કેનેડાના એડમોન્ટોન, એલર્બટા પાસે અજિત પરમાર અને સુરભી પરમારની ગાડીને જીવલેણ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સુરભી તથા અજિતને ભારે ઇજાઓ પણ થઈ હતી જેના પરિણામે સુરભિ બહેનનું લીવરનુ તથા અજિત ભાઇનું આંતરડાનું ઓપરેશન કરાવવું પડ્યું હતુ.

મગફળીના નીચા ભાવના મુદ્દે ખેડૂતો દુઃખી, યાર્ડમાં હરાજી અટકી

મગફળીના નીચા ભાવના મુદ્દે ખેડૂતો દુઃખી, યાર્ડમાં હરાજી અટકી

જૂનાગઢ સહિત અરવલ્લીના મોડાસામાં માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. જોકે આ વખતે ખેડૂતોને આશા હતી કે મગફળીનો મબલખ પાક થતા તેઓ સારી આવક મેળવી શકશે. પરંતુ પરિસ્થિતિ વણસી ગઈ છે અને મગફળીનો પાક તૈયાર થઈ બજારમાં આવવા લાગ્યો ત્યારે મગફળીનો ભાવ માત્ર ૬૦૦થી ૭૦૦ રૂપિયા જ મળી રહ્યો છે. એક મહિના પહેલા મગફળીના ભાવ ૧૫૦૦થી ૧૬૦૦ રૂપિયાની આસપાસ હતી. આ મુદ્દે મોડ઼ાસા માર્કેટ યાર્ડમાં તો ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો મગફળીના પોષણક્ષમ ભાવોની માંગણી કરી રહ્યા છે. તો અમરેલી એપીએમસી ખાતે પણ વિરોધ જોવા મળ્યો હતો અમરેલી એપીએમસીમાં હરાજી અટકાવવામાં આવી હતી કિસાન સંઘે મગફળીના ઓછા ભાવ મુદ્દે દેખાવો કર્યા હતા.

વડોદરાના જુદા જુદા મોલમાં આરોગ્ય વિભાગના દરોડા

વડોદરાના જુદા જુદા મોલમાં આરોગ્ય વિભાગના દરોડા

વડોદરામાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે દિવાળી પહેલા જ શહેરના જુદા જુદા મોલ જેવા કે બિગ બઝાર, ઇનોરબીટ, ડી માર્ટ વગેરમાં સવારથી દરોડાની કામગીરી શરૂ કરી છે. દીવાળી પહેલા ચોકલેટ તથા મીઠઆઓ, સૂકા મેવા અને ફરસાણ શુદ્ધ તથા ખાવા યોગ્ય છે કે નહી તેની ચકાસણી માટે ફરી વળી છે. શહેરના બિગ બજાર, ઇન ઓરબીટ, ડી માર્ટ મકરપુરા, રિલાયન્સ મોલ, અને સ્પેનર્સસ મોલમાં સવારથી જ દરોડાની કાર્યવાહી 5 ટીમોએ દરોડા પાડ્યા હતા અને ટીમ દ્વારા ફરેરો રોચર અને ડેરી મિલ્ક સિલ્ક, ચણાના લોટની મીઠાઈઓ, સૂકા મેવાના પેકેટના સેમ્પ્લ લેવામાં આવ્યા છે.

English summary
October 24 top local news gujarat bullet news.
Please Wait while comments are loading...