ઓક્ટોબર 27, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ચાણસ્માઃ બે જૂથો વચ્ચે ઘર્ષણ, એકનું મોત અને પાંચને ઇજા
ચાણસ્મા ખાતે કોઇ બાબત સર બે જૂથો વચ્ચે પથ્થમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું, જ્યારે પાંચ લોકોને ઇજા પહોંચી હતી. આ ઘર્ષણમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
ભરૂચઃ 3 તાલુકાના 50 ગામોને સાવચેત કરાયા
ગુજરાતના તટીય વિસ્તારોમાં આવનારા નિલોફર વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સાવચેતીના પગલે સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં જંબુસર તાલુકાના તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ જંબુસર તાલુકાના 12 ગામનોને એલર્ટ કરવામાં આવ્યા આવ્યા છે. જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે. તેમજ 3 તાલુકાના 50થી વધુ ગામોને ચેતવવામાં આવ્યા છે.
સુરત અઠવા બ્રીજ કેસઃ ડિઝાઇન બનાવનાર કંપનીને કરાઇ બ્લેક લિસ્ટ
સુરત ખાતે થયેલા અઠવા બ્રીજ દુર્ઘટના મામલામાં કડક પગલા હાથ ધરતા આ બ્રીજની ડિઝાઇન બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. એસએન ભોગે કંપનીને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે, તેમજ એસએમસી દ્વારા આપવામાં આવેલા તમામ કોન્ટ્રાક્ટને રદ કરી દેવામાં આવી છે.
ભરૂચઃ બળાત્કારનો ભોગ બનનાર સગીરા ગર્ભવતી
ભરૂચના મકતમપુરના બારભાઠા ખાતે એક સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ તે ગર્ભવતી થઇ હોવાની વાત બહાર આવતા ચક્ચાર મચી ગઇ છે. આ જ ગામના એક સગીર યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરાએ એ વાતને છૂપાવી રાખી હતી, પરંતુ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું, પોલીસે ફરિયાદના આધારે યુવકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ અસ્થિર મગજના યુવક એએમટીએસ બસ લઇ ભાગી ગયો
અમદાવાદમાં એક માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ એએમટીએસ બચ ચલાવી હોવાની ઘટના બહાર આવી છે. સાબરમતી અચેર એએમટીએસ ડેપોમાંથી એક બસ ગાયબ થઇ ગઇ હતી. જેને લઇને તંત્ર દોડતુ થઇ ગયું હતુ. ત્યા જાણવા મળ્યું હતું કે 82 નંબરની બસ બનાસકાંઠાથી ભાગી આવેલો યુવક ચલાવી ગયો હતો. જેને ચાંદખેડા પોલીસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાં 1 કરોડના ખર્ચે શરૂ થશે આઇસીયુ યુનિટ
સુરત શહેરની સૌથી મોટી અને આધુનિક ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં આગામી બે મહિનામાં 1.30 કરોડ રૂપિયાના ખર્ચે નવું આઇસીયુ યુનિટ શરૂ કરવામાં આવશે. આ યુનિટમાં ચાર મેડિકલ અધિકારી, બાર નર્સ, એક કોમ્પ્યુટર ઓપરેટર અને ત્રણ સફાઇ કામદાર ફાળવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
