હાર્દિક સાથે ફોટો પડોવા એક કોન્સ્ટેબલ પડ્યો ભારે

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક સાથે ફોટો પડોવા એક કોન્સ્ટેબલ પડ્યો ભારે

હાર્દિક સાથે ફોટો પડોવા એક કોન્સ્ટેબલ પડ્યો ભારે

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલને હાર્દિક પટેલ સાથે ફોટો મૂકવો પડ્યો ભારે. કોન્સ્ટેબલે આ ફોટો તેના ફેસબુક અકાઉન્ટ પર મૂકતા વિવાદ થયો. જે બાદ ફોડો પડાવનાર કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ અને ફોટો પાડનાર હેડ કોન્સ્ટેબલ અરુણ ડાલેને ક્રાઇમ બ્રાન્ચે સસ્પેન્ડ કર્યા છે તેવી જાણકારી મળી છે.

પાટીદારોની બેઠકને પોલિસે ફિલ્મ ઠબે રોકી

પાટીદારોની બેઠકને પોલિસે ફિલ્મ ઠબે રોકી

સોમવારે, અમદાવાદના એક ખાનગી પ્લોટમાં પાટીદાર અનામત આંદોલનની સમિતિની બેઠક મળવાની હતી. પણ બેઠક શરૂ થાય તે પહેલા જ પોલિસ ત્યાં પહોંચી ગઇ અને ધારા 144 લાગી હોવાનું કહી બેઠકને બંધ કરાવી દીધી.

વડોદરામાં એક જ સ્થળે સ્થપાશે અનેક યુનિવર્સિટીઓ :આનંદીબેન

વડોદરામાં એક જ સ્થળે સ્થપાશે અનેક યુનિવર્સિટીઓ :આનંદીબેન

સોમવારે વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે L&T ઇન્સ્ટીટ્યૂટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને પાવર ટ્રેનિંગનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે તેમની સાથે સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે આનંદીબેન વડોદરામાં 20 હેક્ટર જમીનમાં વિવિધ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.

સુરતમાં મીઠાઇ વેપારીઓ પર આરોગ્ય વિભાગના દરોડા

સુરતમાં મીઠાઇ વેપારીઓ પર આરોગ્ય વિભાગના દરોડા

સોમવારે, સુરતના મીઠાઇના વેપારીઓને ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. તથા ધારીના માવા અને ધીના સેમ્પલો લીધો હતા. નોંધનીય છે કે પાછલા બે દિવસમાં આરોગ્ય વિભાગે 700 કિલો માવો અને 75 કિલો ધારીનો નાશ કર્યો છે.

ફટાકડા ફોડવાની બબાલમાં પાલનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ

ફટાકડા ફોડવાની બબાલમાં પાલનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ

સોમવારે, બનાસકાંઠાના પાલનપુરમાં 2 જૂથો વચ્ચે ફટાકડા ફોડવાની વાતે બબાલ થતા હિંસક અથડામણ થઇ. જેમાં 8 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અથડામણમાં મહિલાઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.

રાજકોટની યુવતીની ભાવનગરમાં થઇ છેડતી

રાજકોટની યુવતીની ભાવનગરમાં થઇ છેડતી

સોમવારે, ભાવનગરની એક કોલેજમાં ક્લાર્ક તરીકે કામ કરતી અને મૂળ રાજકોટની વતની તેવી યુવતીને રાજકોટથી ભાવનગર આવતી બસમાં બે યુવકો દ્વારા છેડતી કરતા પોલિસે ત્વરિત પલગાં લઇને બન્ને યુવકોની ધરપકડ કરી છે.

કચ્છમાં આચાર સંહિતાનો થયો છે ભંગ: આપ અને ક્રોંગ્રેસ

કચ્છમાં આચાર સંહિતાનો થયો છે ભંગ: આપ અને ક્રોંગ્રેસ

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત બાદ આંચર સહિતા લાગુ કરી દીધી હોવા છતાં શહેરભરમાં મુખ્યમંત્રી આનંદીબેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરો લાગ્યા હોવાનો અને આ દ્વારા આંચાર સહિતા ભંગ કરી હોવાનો આરોપ રાજ્ય ક્રોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લગાવ્યો છે.

સુરતમાં પકડાયા 4 અપહરણકારીઓ

સુરતમાં પકડાયા 4 અપહરણકારીઓ

સુરતના ડુમ્મસના રહેવાસી વેપારીનું 21 લાખની લેવડ-દેવડ મામલે અપહરણ કરનાર 4 અપહરણકારીઓને ડુમ્મસ પોલિસે ઝડપી પાડ્યા છે. જે બાદ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

ભૂજમાં કાર અને બસ વચ્ચે થયો ગોજારો અકસ્માત

ભૂજમાં કાર અને બસ વચ્ચે થયો ગોજારો અકસ્માત

સોમવારે, ભૂજમાં કાર અને બસ વચ્ચે થયેલા ગોજારા અકસ્માતમાં એક પરિવારના ત્રણ લોકોની મોત થઇ ગઇ. દયાપર ગામ નજીક થયેલી આ ધટનામાં પતિ, પત્ની અને બાળકનું મોત થયું છે.

વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલની માન્યતા થઇ રદ્દ!

વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલની માન્યતા થઇ રદ્દ!

વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલની ધોરણ 10 માન્યતા બોર્ડે રદ્દ કરી છે. વધુમાં તેની પર માન્યતા મેળવવા માટે ગેરરીતિ કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. નોંધનીય છે કે બોર્ડે જૂન 2016થી આની માન્યતા રદ્દ કરી છે. અને સ્કૂલનો ઇન્ડેક્સ નંબર પણ રદ્દ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X