For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

ભરુચના 8 પીઆઇને બઢતી, સૈનિકોને સંદેશ મોકલવાની ભરત પંડ્યાની અપીલ, ટ્રેનમાંથી પડી જતા યુવાનનુ મોત.....

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભરુચ જિલ્લાના 8 પીઆઇને બઢતી મળી

ભરુચ જિલ્લાના 8 પીઆઇને બઢતી મળી

ભરુચ જિલ્લાના 8 પીઆઇને બઢતી આપવામાં આવી છે. જેમાં

કરણસિંહ ચુડાસમા.. ભરુચ જિલ્લો, એચ. જી.પલ્લાચારય..ગાંધીનગર જિલ્લો, અલ્પેશ ગાભાણી..વલસાડ જિલ્લો, પ્રકાશ ચૌધરી..અમરેલી જિલ્લો, ધ્રુવરાજસિંહ ચુડાસમા..પંચમહાલ જિલ્લો, જિગ્નેશકુમાર રાઠવા..અમદાવાદ શહેર, રતુભાઇ દુળીયા.. ભરુચ જિલ્લો, વખતસિંહ ચૌહાણ.. સિવિલ ડિફેંસ, સારજીભાઇ ગામીત..વડોદરા ગ્રામ્યનો સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી એપમાં જવાનોને સંદેશ મોકલવાની ભરત પંડ્યાની અપીલ

નરેન્દ્ર મોદી એપમાં જવાનોને સંદેશ મોકલવાની ભરત પંડ્યાની અપીલ

ગુજરાતના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે નરેન્દ્ર મોદી એપમાં Sandesh2Soldiers પર ક્લિક કરીને સૈનિકો અને તેમના પરિવાર માટે શુભેચ્છા સંદેશ, ફોટા, કે વીડિયો મુકવાની નમ્ર અપીલ કરી હતી.


રાષ્ટ્ર્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી પુરુષોત્તમ રુપાલા સહિત મુખ્ય આગેવાનો ઉપસ્થિત હતા. આ બેઠકામાં નક્કી થયા મુજબ ભાજપનો દરેક કાર્યકર્તા સૈનિકોના સમ્માન માટે દિવાળીના દિવસે એક દિપક પ્રગટાવશે. આપણે પોતાના પરિવારની સાથે આનંદ, ઉત્સાહ, સુરક્ષિત દિવાળી ઉજવીએ છીએ. જ્યારે દેશના સૈનિકો આપણા સહુની સુરક્ષા માટે, માતૃભૂમિની સુરક્ષા માટે સરહદ ઉપર દિવસ રાત જાગે છે અને દુશ્મનો સામે લડે છે. ત્યારે દિવાળીના દિવસે ભાજપના દરેક કાર્યકર્તા દેશના સૈનિકોના માન-સમ્માનમાં એક દીપક પ્રગટાવશે અને આ દિવાળી ભારત માતા કી જય, વંદે માતરમ, જયહિંદના સૂત્રો સાથે માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત એવા સૈનિકોની યાદ, માન-સમ્માનમાં અને ગૌરવ માટે ઉજવશે.


તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે લશ્કરના જવાનોને અને તેમના પરિવારને દરેક લોકો હાર્દિક શુભકામના પાઠવે. અમને અમારા સૈનિકોનું ગૌરવ છે. અમે એમની પડખે છીએ. તેવો અહેસાસ કરાવવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી પડી જતા યુવાનનું મોત

રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી પડી જતા યુવાનનું મોત

રાજકોટ વેરાવળ વચ્ચે ચાલતી લોકલ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતા એક યુવાનનું મોત થઇ ગયુ હતુ. અકસ્માતે ટ્રેનમાંથી પડી જનાર યુવાનનું નામ ભાવસિંહ ભાઇ છે વેરાવળ સ્ટેશનેથી થોડે દૂર આ ઘટના બની છે. મંત્રી જશાભાઇ બારડ હોસ્પિટલ પહોંચ્યા હતા.

કોડીનારમાં કૂવામાંથી યુવકની લાશ મળી

કોડીનારમાં કૂવામાંથી યુવકની લાશ મળી

કોડીનારના શીંગવડા નદી કાંઠે આવેલ કૂવામાંથી એક યુવકની લાશ મળી આવેલ છે. પોલિસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
october 29 todays top news of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X