અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરાઇ કરણપ્રિય હત્યા

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજકોટ કેશુબાબાએ ચૂંટણી પહેલા સાંધ્યું ભાજપ પર નિશાન

રાજકોટ કેશુબાબાએ ચૂંટણી પહેલા સાંધ્યું ભાજપ પર નિશાન

રાજકોટના ગોંડલ પાસેના સડક પાલિયા ગામે લેવુવા પાટીદારોના પાર્ટી પ્લોટનું ઉદ્ધાટન ભૂતપૂર્વ ભાજપના નેતા કેશુભાઇ પટેલના હસ્તે થયું હતું. આ પ્રસંગે ભાજપ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નિશાનો સાંધતા કેશુબાપ્પાએ ગુજરાતના નીચા શિક્ષણ દરનો રદિયો આપ્યો હતો.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરાઇ કરણપ્રિય હત્યા!

અમેરિકામાં વધુ એક ગુજરાતીની કરાઇ કરણપ્રિય હત્યા!

પાછલા 20 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા અને મૂળ આણંદના સારસા ગામના વતની એવા અશ્વિનભાઇ પટેલની બે અશ્વેત વ્યક્તિઓએ ન્યૂજર્સીમાં ગોળી મારીને હત્યા કરી છે. જેના કારણે આખા ચરોતર પથંકમાં ભય અને શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

અનામતનું વચન આપનારને જ મળશે મત: અલ્પેશ ઠાકર

અનામતનું વચન આપનારને જ મળશે મત: અલ્પેશ ઠાકર

ગુરુવારે, એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકરે જૂનાગઢના ભાવનાથ ચોકમાં એક ચિંતન બેઠક યોજી હતી. જેમાં ઓબીસી, એસટી અને એસસીની આ ચિંતક બેઠકમાં અલ્પેશ ઠાકરે જણાવ્યું કે જે અનામત દૂર ન કરવાનો વાયદો આપે તે જ પક્ષને અમે મત આપીશું

કેશોદ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની મળી ધમકી

કેશોદ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની મળી ધમકી

ગુરુવારે, કેશોદ પોલિસને કેશોદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલા પત્ર મળતા કેશોદ એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના નામે આવેલા આ પત્ર બાદ પોલિસે કેશોદ એરપોર્ટની સધન તપાસ પણ કરી હતી.

મહેસાણામાં ચોરોને એટીએમ મશીન ચોરવું ભારે પડ્યું!

મહેસાણામાં ચોરોને એટીએમ મશીન ચોરવું ભારે પડ્યું!

ગુરુવારે, મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રનું એટીએમ ચોરવાનો પ્રયાસ કરનાર ચોરોને મશીન ચોરવું પડ્યું ભારે. ચોકીદારને બંદી એટીએમ મશીનને વાનમાં નાખવા જતી વખતે ચોકીદાર ભાગી જતા ચોરેને એટીએમ મશીન તેમનું તેમ છોડી ભાગવું પડ્યું.

હર્ષદ પટેલે બીજેપીને છેડો છોડી પકડ્યો ક્રોંગ્રેસનો હાથ

હર્ષદ પટેલે બીજેપીને છેડો છોડી પકડ્યો ક્રોંગ્રેસનો હાથ

મહેસાણાના વીઝાપુરમાં બીજેપીને મોટા ઝટકો લાગ્યા. બીજેપીના અગ્રણી નેતા હર્ષદ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેમના 1 હજાર કાર્યકરોની સાથે ક્રોંગ્રેસમાં જોડાયા. જેનાથી આવનારા સમયમાં વીઝાપુરમાં સત્તાના નવા સમીકરણો રચાવાની શક્યતા વધી છે.

મહેસાણા નગરપાલિકાની 44 બેઠકો માટે 450 ઉમેદવાર!

મહેસાણા નગરપાલિકાની 44 બેઠકો માટે 450 ઉમેદવાર!

મહેસાણા નગરપાલિકાની 44 બેઠકો માટે ક્રોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો. તોરણવાડી વિસ્તારમાં ગુરુવારે બોલવવામાં આવેલી બેઠકમાં બે કલાકમાં 450 લોકોએ તેમની દાવેદારી નોંધાવી. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના લોકો પાટીદારો છે અને તે ક્રોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી. જે જોતા આવનારા સમયમાં ભાજપ માટે સત્તામાં રહેવું મુશ્કેલ બનશે તેમ લાગી રહ્યું છે.

નવસારીના રેલ્વે સ્ટેશનને પણ મળી બોમ્બથી ઉડાવાની ધમકી

નવસારીના રેલ્વે સ્ટેશનને પણ મળી બોમ્બથી ઉડાવાની ધમકી

ગુરુવારે નવસારીના બિલિમોરા રેલ્વે સ્ટેશન અને ગુજરાત એક્સપ્રેસ ટ્રેનને બોમ્બથી ઉડાવાની ધમકી ભરેલો પત્ર સ્ટેશન માસ્ટરને મળતા પોલિસ દ્વારા આ સમગ્ર વિસ્તારની સધન તપાસ થઇ હતી. જો કે કંઇ વાંધાજનક પ્રાપ્ત ના થતા પોલિસે રાહતનો શ્વાસ લીધો હતો.

સાબરકાંઠાના પાટીદારો અનામત માટે બનશે ખ્રિસ્તી

સાબરકાંઠાના પાટીદારો અનામત માટે બનશે ખ્રિસ્તી

સાબરકાંઠાના પાટીદારોએ અનામતની પોતાની માંગણી પૂરી કરવા માટે હવે ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. આ માટે પાટીદારોએ ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દીધું છે જે ભર્યા બાદ કલેક્ટરને ધર્મ પરિવર્તન કરવા માટે મંજૂરી માંગવામાં આવશે.

સૌરાષ્ટ્ર પર તોયાળો વાવાઝોડાનો ભય

સૌરાષ્ટ્ર પર તોયાળો વાવાઝોડાનો ભય

હવામાન ખાતાએ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા વાવાઝોડાની સ્થિતિ સર્જવાની શકતા બતાવી એલર્ટ જાહેર કર્યું છે. જે મુજબ અરબી સમુદ્રથી 950 કિ.મી દૂર હવાનું દબાણ સર્જાયું છે. જે બાદ તંત્ર સાબૂદુ થયું છે. સૌરાષ્ટ્રના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી તંત્રએ માછીમારોને ચેત્યા છે.

અરબી સમુદ્રના હવાનું હળવું દબાણ સર્જાતા, ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર

અરબી સમુદ્રના હવાનું હળવું દબાણ સર્જાતા, ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર

હવામાન ખાતાએ આપેલી જાણકારી મુજબ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા રાજ્યભરમાં ઠંડીનો પારો પણ વધશે. ત્યારે આવનારા દિવસોમાં લોકોને ગુલાબી ઠંડીની મઝા માણવા જરૂરથી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X