ગોજારા ગોધરાકાંડનો આરોપી ફારૂક છેવટે પકડાયો

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલના પિતા હાર્દિકના ફોન ટેપ કરવા મામલે કોર્ટમાં કરી અરજી

હાર્દિક પટેલના પિતા હાર્દિકના ફોન ટેપ કરવા મામલે કોર્ટમાં કરી અરજી

સરકાર દ્વારા હાર્દિક પટેલ અને અન્ય પાટીદારોના ફોન ટેપ કરવા હાર્દિક પટેલના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં હાર્દિક પટેલ અને અન્ય લોકોના ફોન ટેપ કરવાના સરકારના પ્રયાસને વ્યક્તિગત અધિકારો પર તરાપ ગણાવી તેને અયોગ્ય ઠેરવ્યું છે.

હાઇકોર્ટે કહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોટા લાગશે જ

હાઇકોર્ટે કહ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોટા લાગશે જ

પટેલોના અનામત આંદોલનની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ના થાય તે માટે સરકારે નોટા હટાવાનો જે વિકલ્પ નીકાળ્યો હતો તેની પર હાઇકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે ચૂંટણી પંચને નોટા (નન ઓફ ધ એબવ)નો વિકલ્પ અને ઇ વોટિંગનો ઓપશન આપવાનું હાઇકોર્ટે જાહેર કર્યું છે. ત્યારે આ વખતે પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાતાઓને આ બે સુવિધાઓનો ફાયદો થશે.

ગોજારા ગોધરાકાંડનો આરોપી ફારૂક છેવટે પકડાયો

ગોજારા ગોધરાકાંડનો આરોપી ફારૂક છેવટે પકડાયો

પાછલા 13 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ફારૂક હાફીજ મહમદ ધંત્યાને પોલિસે એક સંયુક્ત ઓપરેશન હેઠળ ગોધરાથી પકડી પાડ્યો છે. નોંધનીય છે કે ફારૂક સાબરમતી ટ્રેન હત્યાકાંડ કેસનો મુખ્ય આરોપી છે જેમાં 58 કારસેવકોને જીવતા સળગાવામાં આવ્યા હતા. છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા ફારૂક તેના ઘરે આવ્યો છે તેવી બાતમી મળતા પોલિસે તેની અટક કરી હતી.

પોલિસ પૂછપરછમાં હાર્દિક પટેલ કર્યા અનેક ખુલાસા

પોલિસ પૂછપરછમાં હાર્દિક પટેલ કર્યા અનેક ખુલાસા

પાટીદારો માટે આરક્ષણની માંગ કરી રહેલા અને રાજદ્રોહના આરોપમાં જેલના સળિયા પાછળ જનાર હાર્દિક પટેલની અમદાવાદની અપરાધ શાખાની પોલિસ દ્વારા પૂછપરછ સધન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેના આ આંદોલનમાં કોણ તેને આર્થિક સહાય કરી રહ્યું છે અને તે ક્યા ક્યા અન્ય નેતાઓને આ અંગે મળ્યો છે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જે અંગે હાર્દિકે પોલિસ આગળ અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અમદાવાદના હાટકેશ્વરમાં અજાણ્યા લોકો બાઇક અને કારને ચાંપી આગ

અમદાવાદના હાટકેશ્વરમાં અજાણ્યા લોકો બાઇક અને કારને ચાંપી આગ

અમદાવાદના હાટકેશ્વર અને ભાઇપુરા વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ઇશ્વરકૃપા સોસાયટીમાં કેટલાક અજાણ્યા લોકો કાર અને બાઇકને આગ ચાંપી ફરાર થઇ જતા લોકો રોષે ભરાયા હતા.

47 જીવતા કારતૂસ, 7 તમન્ચા અને 20 દારૂની પેટી ઝડપાઇ

47 જીવતા કારતૂસ, 7 તમન્ચા અને 20 દારૂની પેટી ઝડપાઇ

આણંદના બોરદસ-ધર્મરાજ રોડ પરથી પોલિસ એક વ્યક્તિની ધરપકડ કરી છે. જેની કારમાંથી પોલિસને 7 તમન્ચા, 47 જીવતી કારતૂસ અને 20 દારૂની બોટલો મળી આવી છે. શરૂઆતી તપાસ મુજબ આ સામાન રાજસ્થાનથી અહીં લવાઇ રહ્યો હતો.

વલસાડમાં ભાજપના કોર્પોરેટરે મહિલાની હાજરીમાં કપડા નીકાળ્યા

વલસાડમાં ભાજપના કોર્પોરેટરે મહિલાની હાજરીમાં કપડા નીકાળ્યા

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે સરકાર દ્વારા તેમના વોર્ડમાં કેટલાક કાર્યો ના થવા વિરોધ નોંધાવતા વાતચીતનો દોર વધતા મહિલાઓ સામે શર્ટ નીકાળીને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલના ભષ્ટ્રાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

નાનકડી વાતે જ્યારે યુવકે જાહેરમાં તલવાર કાઢી ત્યારે..

નાનકડી વાતે જ્યારે યુવકે જાહેરમાં તલવાર કાઢી ત્યારે..

ડીસાની મામલતદાર ઓફિસની બહાર બાઇક રિપેરીંગ મામલે બોલચાલ થતા એક યુવકે જાહેરમાં તલવાર નીકાળી બીજા યુવક પર હુમલો કરતા ત્યાં હાજર પોલિસે યુવક ઝડપી કેસ દાખલ કર્યો હતો.

રાજકોટમાં RTI એક્ટિવિસ્ટની આત્મહત્યા, સુસાઇડ નોટ છે અનેક મોટા માથાના છે નામ

રાજકોટમાં RTI એક્ટિવિસ્ટની આત્મહત્યા, સુસાઇડ નોટ છે અનેક મોટા માથાના છે નામ

વિવાદિત પંડયા હાઉસ મિલકત મુદ્દે મળતી ધમકીના કારણે રાજકોટના આરટીઆઇ એક્ટિવિસ્ટ નિલેષભાઇ જોષીએ પોતાના જ ઘરમાં ઝેરી દવા પી કરી આત્મહત્યા. 23 પાનાની તેમની સુસાઇડ નોટમાં તેમણે પોતાની આત્મહત્યા માટે ભૂમાફિયા જયપાલ જાડેજા, કમલેશ રામાણી, એડિશનલ સિટી એન્જિનિય જવાબદાર જણાવ્યા છે. નોંધનીય છે કે નિલેશભાઇના પિતાના પંડ્યા હાઉસની મિલકત હિસ્સો હતો. જે બાદ ભૂમાફિયા જયપાલ જાડેજા સોદા કરી પોતાના નામે આ જમીન કરાવી હતી. પણ સોદાના નાણાં ન ચૂકવી છેતરપીંડી કરી હતી.

સુરતમાં સ્લેબ પડતા બે દબાયા

સુરતમાં સ્લેબ પડતા બે દબાયા

સુરતના પાલ વિસ્તારમાં જૂની ઇમારતને તોડવા જતા સ્લેબ તૂટી પડતા તેની નીચે 2 મજૂરો દટાઇ ગયા હતા. જેમને ભારે મહેનત બાદ બહાર નીકાળવામાં આવ્યા હતા. અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આનંદીબેને, સરદાર પટેલની 30 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ

આનંદીબેને, સરદાર પટેલની 30 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી આનંદીબેન તેમની 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું. નોંધનીય છે કે આ પ્રતિમા પાંચ ધાતુમાંથી બનાવામાં આવી છે. વળી સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કે જે દુનિયાની સૌથી મોટી પ્રતિમા હશે તેની આ રિપ્લિકા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X