નીતા અંબાણીની 40 લાખની સાડી, ગિનિસ બુકમાં?

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની એક પ્રસિદ્ઘ બિઝનેસ વૂમન હોવાની સાથે જ એક જાણીતી ફેશન ઓઇકોન તરીકે પણ નામના ધરાવે છે. ત્યારે હાલમાં નીતા અંબાણી દ્વારા પહેરવામાં આવેલી એક સાડીનું હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ લખવામાં આવ્યું તેવી ચર્ચા થયા બાદ સોશ્યલ મીડિયા પર આ સમાચાર આગની જેમ ફેલાઇ ગયા.

nita ambani sari

નોંધનીય છે કે આ સાડી તેમણે વર્ષ 2014માં રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રી ગ્રુપના સીઇઓ પીરામલ નાથવાનીના પુત્રના લગ્નમાં પહેરી હતી. આ સાડીનું નામ "વિવાહ પાતુ" છે. જેને ભારતના જાણીતા આર્ટ આઇકોન રાજા રવિ વર્માના પેન્ટિંગથી પ્રેરિત થઇને બનાવવામાં આવી હતી. આ સાડીમાં સાચા સોનાની ઝરીનું કામકાજ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ સાડીના કૃષ્ણની ડિઝાઇનમાં રિયલ રુબી અને પુખરાજ તેમજ મોતી અને ટોપાજ જેવા કિંમતી નગીના લગાવવામાં આવ્યા છે.

આ સાડી ચેન્નઇના કાંચીપુરમની 36 કુશળ મહિલાઓ પોતાના હાથોથી બનાવી છે. આ સાડીનું વજન આઠ કિલો છે. અને તેને બનાવવામાં લગભગ 1 વર્ષનો સમય લાગ્યો. ત્યારે પૂર્ણ રીતે હાથથી બનેલી આ સાડી હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવી છે, તેવી ચર્ચા છે.

नीता अंबानी ने 40 करोड़ रूपए की साड़ी बनवाई है " साड़ी का नाम है " ' विवाह पातु ' साड़ी का डिजायन भारत के जाने माने आर्ट आयक...

Posted by My Heart Will Go Onn Love is Life on Wednesday, October 29, 2014

ત્યારે આ વાતમાં કેટલી હકીકત છે તે વાતનો ખુલાસો તો માત્ર નીતા અંબાણી જ કરી શકે છે. પણ હાલ તો આ ખબર વાયરલ થતા ટ્વિટર, ફેસબુક અને વોટ્સઅપ પર બધે નીતા અંબાણીની આ સાડીની જ ચર્ચા કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X