For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૫૪ ઉમેદવારી પત્રોનું વિતરણ કરાયું

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગની બેઠકો ઉપર આજે તા. ૧૫મી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ કુલ- ૫૪ ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી કુલ નવ ઉમેદવારી પત્રો ભરીને પરત આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગની બેઠકો ઉપર આજે તા. ૧૫મી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ કુલ- ૫૪ ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી કુલ નવ ઉમેદવારી પત્રો ભરીને પરત આવ્યા છે.

ELECTION

આગામી તા. ૦૫મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અને ભરીને પરત આપવાનો પાંચમો દિવસ હતો. જે અંતર્ગત આજે તા. ૧૫મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાંથી કુલ- ૫૪ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જેમાં દહેગામમાંથી ૯, ગાંધીનગર(દ)માંથી ૭, ગાંધીનગર(ઉ)માંથી ૧૫, માણસામાંથી ૧૪ અને કલોલમાંથી ૯ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે.

ગાંધીનગર જિલ્લાની દહેગામની બેઠક માટે બે, ગાંધીનગર(દ)ની બેઠક માટે એક, ગાંધીનગર(ઉ)ની બેઠક માટે બે, માણસાની બેઠક માટે બે અને કલોલની બેઠક માટે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંઘાવી છે. આજના દિવસમાં કુલ- ૯ ઉમેદવારી પત્રો ભરીને પરત આવ્યા છે.

English summary
On November 15, 9 vacancies were filled for 5 seats in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X