For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PAK એ ફરી કર્યું સીઝફાયર, BSFનો એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનને કર્યું સીમા નિયમોનું ઉલ્લંધન. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બીએસએફનો એક જવાન શહીદ. સાથે જ એક નાગરિક પણ ઇજાગ્રસ્ત થયો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંધન કર્યું છે. તેણે ફરી જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં ગોળાબારી કરી હતી. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. જો કે પાકિસ્તાન તરફથી ભારે માત્રામાં ગોળા બારુદ ફેંકવામાં આવતા ભારતીય સેના પણ તેનો વળતો જવાબ આપ્યો છે. જો કે શુક્રવારે કરવામાં આવેલી આ સીઝફાયરમાં બીએસએફના જવાન બૃજેન્દ્ર બહાદૂર સિંહ શહિદ થયા છે. વધુમાં એક કાશ્મીરી વ્યક્તિ પણ આ સીઝફાયરમાં ઇજાગ્રસ્ત થયો છે.

bsf jawan martyre

નોંધનીય છે કે ગુરુવારે પણ પાકિસ્તાને અખનૂર અને પૂંછ સેક્ટરમાં સીઝફાયર કરી સીમા નિયમોનું ઉલ્લંધન કર્યું હતું. જેમાં બે જવાન સમેત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે ગુરુવારે જ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલો કરનાર આતંકી લશ્કર કમાન્ડર અબુ ઇસ્માઇલ અને તેના સાથી અબુ કાસિમને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. તે પછી પાકિસ્તાને આ ફાયરિંગ શરૂ કર્યું હતું. જો કે આવું પહેલી વાર નથી બની રહ્યું આ પહેલા પણ અનેક વાર પાકિસ્તાન આવી નાપાક હરકતો કરતું આવ્યું છે.

English summary
One jawan has been martyred in Pakistan firing at the Arnia sector in Jammu and Kashmir. There was a cease fire violation reported early this morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X