Parivahan Portal માં ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ
Amreli : છેલ્લા અમુક દિવસોથી સમાચારો પ્રસિદ્ધ થઇ રહ્યા છે કે, રાજ્યમાં અઢી વર્ષમાં ખરીદી કરવામાં આવેલા વાહનો બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા. તે બાબતે અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ એક અખબારી યાદીમાં હકીકત જણાવી છે.
એપ્રિલ-2021માં સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ-1889માં થયેલ ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફી નો સુધારો એનઆઈસી દ્વારા કરવામાં આવ્યો તે બાબતનું અમલીકરણ Parivahan Portal માં બાકી હતું. હકીકતે Parivahan Portal માં વાહનો બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા નથી.

01 એપ્રિલ 2021 થી 24 મે 2023 સુધી નોંધાયેલા વાહનોને સેવા મેળવતા પૂર્વે લોક લગાવવામાં આવે છે. વાહન માલિક તફાવતની રકમ ભરપાઇ કરી શકે તે હેતુથી એનઆઇસી દ્વારા Parivahan Portalમાં ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ વાહનોમાં જ્યારે વાહન માલિક તેઓના વાહન સંબંધિત કોઈપણ સેવા મેળવવા માંગતા હોય તે સમયે પોર્ટલ પર તેઓને તફાવતની રકમ ભરપાઈ થઈ શકે તેનો સંપૂર્ણ ફ્લો પણ સામેલ છે તથા તફાવતની ભરપાઈ કરવા પાત્ર રકમ પણ આપમેળે પોર્ટલમાં ડિસ્પ્લે થઈ જાય છે.
વાહન માલિક પરિવહન પોર્ટલ પર Vahan Service - tax / fee Service - Audit Recovery Fee પર જઈ તફાવતની ફી ઓનલાઈન ભરપાઈ કરી શકે છે અને ફી ભરપાઈ થયેથી તુરંત પોર્ટલ દ્વારા આપમેળે વાહન પર મૂકવામાં આવેલ લોક હટાવી લેવામાં આવે છે.
આ માટે અરજદારને ઓનલાઇન સુવિધા મળી રહેતી હોય આ અંગેની કામગીરી બાબતે અરજદારે જે-તે સ્થળ પર જવાની આવશ્યકતા રહેતી નથી, તેમ અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
