ગાંધીનગરમાં ઓપરેશનલ બેઝ ઓફ ડેનીશ વૉટર ફોરમનો પ્રારંભ થશે

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ડેનીશ વૉટર ફોરમની સ્થાપના વર્ષ 2002માં કરવામાં આવી છે. ડેનીશ વૉટર ફોરમ (DWF) સાથે સંશોધન સંસ્થાનો, કન્સલટન્ટો, ઔઘોગિક એકમો, પાણીનાં ક્ષેત્રે કામ કરતી ખાનગી તેમજ સરકારી સંસ્થાઓ સંકળાયેલ છે અને તેમની સાથે પાણીનાં ક્ષેત્રે વૈચારિક આદાન-પ્રદાન તેમની મુખ્ય પ્રવૃત્તિ છે.
ગુજરાત સરકારે આ સમજૂતિ કરાર કરીને ગુજરાત રાજ્યની પાણીનાં ક્ષેત્રે કામ કરતી એજન્સીઓ અને ડેનીશ વૉટર ફોરમ વચ્ચે પાણીનાં ક્ષેત્રે જ્ઞાનની આપ-લે કરવાની નીતિ-વિષયક ભાગીદારીની શરૂઆત કરેલ છે. આ કરાર હેઠળની મુખ્ય કામગીરીના ક્ષેત્રો (1) બીન-મહેસુલી પાણી (2) પાઇપલાઇનમાંથી લીકેજ થતાં પાણીનું પ્રમાણ ધટાડવું અને પાણી વપરાશકારોને પીવાનું પાણી સતત મળી રહે તેવી કાર્યક્ષમ પાણી વિતરણ પ્રણાલિ પ્રસ્થાપિત કરવાની કામગીરીનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા નાંખવામાં આવેલ બલ્ક પાઇપલાઇનના લીકેજ શોધવાની પદ્ધતિઓ અંગેનાં જ્ઞાનની આપ-લેનો આ કરારમાં સમાવેશ થાય છે. આ હેતુ માટે ડેનીશ વૉટર ફોરમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડનાં ઇજનેરોને પાઇપલાઇનમાં લીકેજ શોધવાની પદ્ધતિઓ અંગે ધનિષ્ઠ તાલીમ આપવામાં આવશે જેના ફળ સ્વરૂપે બીન-મહેસુલી પાણીના જથ્થામાં ધટાડો થશે અને રાજ્યની ગ્રામ્ય પ્રજાને સતત અને પૂરતાં પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં ભગીરથ કાર્યમાં પ્રોત્સાહક પરિણામો મળશે.












Click it and Unblock the Notifications
