ઓસવાલ એનર્જીઝ અને ડીપીએ વચ્ચે કંડલા બંદર પર ગ્રીન હાઇડ્રોજન અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે MoU થયા
ઓસ્વાલ એનર્જીઝ લિમિટેડે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા-ગાંધીધામ) સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર નેશનલ ગ્રીન એનર્જી ઇનિશિયેટિવ હેઠળ કંડલા પોર્ટ પર ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન મિથેનોલ, ગ્રીન એમોનિયા અને ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટ વિકસાવવા માટે કરવામાં આવ્યો છે.

આ MoU અંતર્ગત, ઓસ્વાલ એનર્જીઝ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન યુનિટ્સ, મિથેનોલ અને એમોનિયા કન્વર્ઝન સુવિધાઓ, તેમજ ૧૦૦ MLD ક્ષમતાવાળી ડિસેલિનેશન સિસ્ટમના વિકાસની દેખરેખ રાખશે.
ઓસ્વાલ એનર્જીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રતન બોકાડિયાએ જણાવ્યું કે, આ MoU ઓસ્વાલ એનર્જીઝની ટકાઉ નવીનતા તરફની યાત્રામાં એક પરિવર્તનકારી સીમાચિહ્ન દર્શાવે છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી સાથેનો અમારો સહયોગ અદ્યતન ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તનને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમને રાષ્ટ્રના ઊર્જા આત્મનિર્ભરતા અને હરિયાળા ભવિષ્યના મિશનમાં યોગદાન આપવા બદલ ગર્વ છે. આ MoU પર ભારતીય સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા મુંબઈના ગોરેગાંવમાં આયોજિત ઇન્ડિયા મેરીટાઇમ વીક ૨૦૨૫ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેની સત્તાવાર આપ-લે થઈ હતી.












Click it and Unblock the Notifications
