ઉદ્યોગના વિકાસ માટે 3 મેગા-ઈનોવેટીવ એકમોને 475 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

સમગ્ર દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ છે. રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટે સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. ગુજરાતમાં તારીખ 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મેગા-ઇનોવેટીવ ઉદ્યોગોને સહાય યોજના હેઠળ ત્રણ એકમોને રૂપિયા 475 કરોડથી વધુની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.

આ અંગે સુરત- ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતાં વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

industry development

ઉદ્યોગ મંત્રી રાજપૂતે પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2009માં મેગા-ઇનોવેટિવ ઉદ્યોગોને સહાય આપવાની યોજના શરૂ કરી હતી. આ માટે રૂપિયા 1000 કરોડનું મૂડી રોકાણ તેમજ અંદાજે 2000ને રોજગારી આપવાના ધારાધોરણ ધરાવતા ઉદ્યોગ જૂથને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.

ગુજરાતમાં વિવિધ ઉદ્યોગો સહાયના પરિણામે સાણંદ, માંડલ અને બેચરાજી વિસ્તાર આજે ઓટો હબ તરીકે ઓળખાય છે. આ સિવાય વડોદરા-પંચમહાલ જિલ્લામાં પણ ઓટો ક્ષેત્રે વૈશ્વિક કક્ષા ઉદ્યોગો વિકસ્યા છે, જેમાં હજારો યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ યોજના હેઠળ ઉદ્યોગની માંગણી અને વિસ્તાર મુજબ સરકારના ધારા- ધોરણ અંતર્ગત સહાય આપવામાં આવે છે, તેમ પણ મંત્રી ઉમેર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X