આપના બિલકિસના બલાત્કારીયોને છોડી મુક્યા, 'કયો સબક અમે યાદ રાખીએ..', ઓવૈસીનો અમિત શાહ પર પટલવાર
ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના "હિંસા કરનારને 2002 માં સબક શિખવાડ્યો" વાળા નિવેદન પર પલટવાર કર્યો હતો. શુક્રવારે ગુજરાતના સૌથી મોટી વસ્તી ધરાવતા જુહાપ
ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના "હિંસા કરનારને 2002 માં સબક શિખવાડ્યો" વાળા નિવેદન પર પલટવાર કર્યો હતો. શુક્રવારે ગુજરાતના સૌથી મોટી વસ્તી ધરાવતા જુહાપુરમાં એક જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અસદ્દુદ્દિન ઓવૈસીએ આડે હાથ લીધા હતા. અસદ્દુદ્દિન ઓવૈસીએ કહ્યુ કે, "અમિત શાહે આજે એક સાર્વજનીક સભા દરમિયાન એક નિવેદન આપ્યુ હતુ, તેમણે અને ભારતીય જનતા પાર્ટીએ 2002 માં ગુજરાત હિંસા કરનાર સબક શિખવાડીયો હતો. ત્યાર બાદ રાજ્યમાં સ્થાયી શાંતિ સ્થાપિત થઇ હતી. ઓવૈસીને અમિત શાહે જણાવ્યુ હતુ કે, હું અમદાવાદના સાંસદ અમિત શાહને જણાવા માંગુ છુ કે, 2002 માં તમે જે સબક શિખવાડ્યો હતો પરંતુ બિલકિસ બાનોના બલાત્કારીઓને છોડી મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતુ કે, હું યૂનિયન હોમ મિનિસ્ટર (અમિત શાહ) ને જણાવા માંગુ છુ કે, 2002 માં તમે જે સબક શિખવાડ્યો છે તે એ હતો કે, બિલકીસના બલાત્કારીઓ તમારા દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. તમે બિલકીસના 3 વર્ષની દિકરીના હત્યારાને છોડી મુકશો. એહેસાન જાફરીને મારી નાખવામાં આવશે. તમારો કયો શબક છે જેને અમે યાદ રાખીએ?
ગુજરાતમાં 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે AIMIM
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ઉમેદવારોને મદાનમાં ઉતારશે. એઆઇએણઆઇએમ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ આ પહેલા માંડવી ભૂજ, વડગામ, સિદ્ધપુર, વેજલપુર, પાપુનગર, દરિયાપુર, જમાલપુર, ખઆડિયા, દાણિલિમંડા ખંભાડિયા, માગંરોળ, લિંબાયત, સુરત પૂર્વ અને ગોધરા વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારોની એક સૂચી જાહેર કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
