For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિશાચર પક્ષી ઘુવડ કેમ થઇ રહ્યું છે ગુજરાતમાંથી લુપ્ત

|
Google Oneindia Gujarati News

owl
ડીસા, 23 જાન્યુઆરી: ડીસાના ભોંયણ ગામ પાસેથી ઘાયલ અવસ્થામાં એક ઘુવડ પક્ષી મળી આવ્યું હતું જે સ્થાનિક લોકોએ જીવદયા ભાવનાથી પ્રેરાઈ સારવાર અર્થે પાંજરાપોળને સુપ્રત કર્યું હતું. ઘુવડ નિશાચર પક્ષી છે તેની આંખો અનેગોળ ચહેરાના કારણે આ પક્ષી પ્રસિધ્ધી પામે છે. ઘુવડની પાંખો ખુબ જ મુલાયમ હોઈ તેના ઉડવાનો અવાજ નથી આવતો.

જો કે, ખુબ ઓછા પ્રકાશમાં પણ જોઈ શકતું આ પક્ષી રાત્રીના અંધારામાં આબાદ શિકાર કરી શકે છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે, મનુષ્યના મૃત્યુની ખબર સૈા પ્રથમ ઘુવડને પડે છે જેથી તે નજીકના ઝાડ પરથી અશુભ સંદેશ બોલે છે. ભારત વર્ષમાં ઘુવડની અનેક જાત જોવા મળે છે. જેમાં મુખ્ય જાતી મુઆ અને ઘુગ્ઘૂ છે. મુઆ જાતીનો ઘુવડ પાણીની નજીક જ્યારે ઘુગ્ઘૂ જાતીના ઘુવડો ખંડેર અને ઝાડ પર રહે છે. ઘુવડનું મુખ્ય ભોજન ચકલી ઉંદર, દેડકા, માછલી છે. તેમનો પ્રજનન કાળ ડીસેમ્બરથી માર્ચ સુધીનો હોય છે.

ઘુવડ જંગલ, વિરાન ઝાડ અને મોટા વૃક્ષોમાં સંતાઈ આશ્રય લે છે પરંતુ રાત્રી સમયે આ નિશાચર પક્ષી ઘુગ્ઘૂ ઉઉઉની મનહુસ કહી શકાય તેવા અવાજથી તેની હાજરી બતાવે છે. પર્યાવરણ મંત્રી જયરામ નરેશે કહ્યું હતું કે ફિલ્મ હૈરી પોટરથી આકર્ષીત થઈ બાળકો પોતાના માતા-પિતા પાસે અસલ જીવીત ઘુવડની માંગ કરતાં હોઈ ઘુવડની સંખ્યામાં ચિંતા જનક રીતે ઘટાડો થઈ રહ્યો છે.

જ્યારે બીજી તરફ ગંગા સભાના અધ્યક્ષ રામકુમ મિશ્રાએ જાહેર કરેલ છે કે ઘુવડની પૂજા વિના લક્ષ્મીની પુજા થઈ શકતી નથી કેમ કે ઘુવડ બનાવી પુજા કરવી યોગ્ય નથી અગર તે અનાયાશે મળી જાય તો તેની પુજા કરવી જોઈએ અથવા તેના પ્રતિક સ્વરૂપે લાકડા અથવા અન્ય ધાતુથી બનેલ યંત્રથી પુજા કરવી જોઈએ. આ વાતને અનુમોદન આપતાં આચાર્ય ચંદ્રકાંત ત્રિવેદીએ પણ કહેલ કે ઘુવડ અશુભ હોઈ શકે કેમ કે તે લક્ષ્મીજીનું વાહન છે જેથી ગૌતમ ગૌત્રના વંશજો આજે પણ ઘુવડની પુજા કરે છે.

આમ સામાન્ય લોકોમાં અશુભ મનાતું આ પક્ષી અનેકો રીતે શુભ હોવાનું શાસ્ત્રો વર્ણવે છે. ડીસામાં ભાગ્યે જ જોવા મળતું આ દુર્લભપક્ષી ઘાયલ અવસ્થામાં મળી આવતાં લોકોમાં ભારે અચરજ ફેલાયું હતું.

English summary
Owl bird s population going down in Gujarat day by day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X