For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદાના પાણીમાં ઓક્સિજન કરતા વધુ સલ્ફાઈડ, મુસીબત વધી

જળસંકટને કારણે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. લોકોની છેલ્લી આશા નર્મદા ડેમનું પાણી છે, પણ તે પણ પીવા લાયક રહ્યું નથી.

|
Google Oneindia Gujarati News

જળસંકટને કારણે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. લોકોની છેલ્લી આશા નર્મદા ડેમનું પાણી છે, પણ તે પણ પીવા લાયક રહ્યું નથી. આ પર્યાવરણવાદીઓ દ્વારા નર્મદા કોર્પોરેશન ઓથોરિટીને લખવામાં આવેલા પત્રથી આ પ્રકાશિત થયેલ છે. પર્યાવરણવાદીઓના પ્રશ્નો પર, નર્મદા વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓએ પાણીની ગુણવત્તાની તપાસ કરી હતી, જેમાં થોડા દિવસ પહેલા એવું જાણવા મળ્યું હતું કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું અને સલ્ફાઈડનું પ્રમાણ વધી રહ્યું હતું. જેના પરિણામે, હજારો માછલીઓ મરી ગઈ હતી. તે પછીથી લોકો માટે આ પાણીનું સપ્લાય બંધ કરવામાં આવ્યું હતું.

નર્મદાના પાણીની ગુણવત્તા

નર્મદાના પાણીની ગુણવત્તા

નર્મદા ડેમના પાણી વિશે પર્યાવરણવાદીઓએ નર્મદા કોર્પોરેશન ઓથોરિટી પાસે જવાબ માંગ્યો છે, કે નર્મદાના પાણીની ગુણવત્તા પાછળના કારણોમાં મૌન શા માટે બતાવવામાં આવે છે. સરકાર પોતે નર્મદાના પાણીની તપાસ કેમ નથી કરતી? ગુજરાતમાં નર્મદા ડેમનું પાણી પીવા માટે આપવામાં આવે છે, પરંતુ તેમાં ઓક્સિજનની માત્રા ઓછી થઇ ગઈ છે. આવા પ્રશ્નો સાથે પર્યાવરણવાદીઓએ નર્મદા ઓથોરિટીને ગુજરાતના લોકોને માહિતી આપવા કહ્યું છે અને તેની તપાસ કરવાની વિનંતી કરી છે.

પાણીમાં ઓક્સિજન ઓછો અને સલ્ફાઇડનું પ્રમાણ વધુ

પાણીમાં ઓક્સિજન ઓછો અને સલ્ફાઇડનું પ્રમાણ વધુ

અગાઉ, ફેબ્રુઆરી મહિનામાં, નર્મદાના પાણીએ લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. પાણીની ગુણવત્તા એટલી ખરાબ જોવા મળી હતી કે ડેમના આજુબાજુના વિસ્તારોમાં પાણીનું સપ્લાઈ બંધ કરવું પડ્યું હતું. તે સમયે, નર્મદા કોર્પોરેશન ઓથોરિટીએ સમજાવ્યું હતું કે તે નાના ભૂકંપને કારણે થઈ શકે છે. પરંતુ હવે પર્યાવરણવાદીઓએ ઓથોરિટીને કહ્યું કે તમે તપાસ કરો કે નર્મદા ડેમ હેઠળ કુદરતી ગેસ નીકળવાના કારણે પાણીમાં ઓક્સિજન ઓછો અને સલ્ફાઇડનું પ્રમાણ વધુ છે. ડેમમાં પાણીની ગુણવત્તા ચકાસવા અને દૂષિત પાણીનું નિરાકરણ કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓસનોલોજીના નિષ્ણાતોને બોલાવવા જોઈએ.

ગુજરાતમાં મોટાભાગના બંધમાં પાણી બચ્યું નથી

ગુજરાતમાં મોટાભાગના બંધમાં પાણી બચ્યું નથી

જણાવી દઈએ કે, ગુજરાતમાં મોટાભાગના બંધમાં પાણી બચ્યું નથી, જેમાં છે તેમાં ખૂબ જ ઓછું છે. ફક્ત નર્મદા નહેરનું પાણી ગુજરાતનાં શહેરો અને ગામોમાં જાય છે. લોકો આ પાણીને અમૃત સમજીને પી રહ્યા છે, પરંતુ તેની ગુણવત્તા પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આવી પરિસ્થિતિમાં, તેનું નિરાકરણ થવું જોઈએ. નર્મદા ઓથોરિટીના અધિકારીઓએ જોવું જોઈએ કે પાણીમાં કેટલો ઓક્સિજન છે અને કેટલા પ્રમાણમાં સલ્ફાઈડ છે.

English summary
Gujarat may face severe water crisis, oxygen and sulfide standard bad in narmada dam water
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X