પદ્માવત: કરણી સેનાનો વિરોધ ચાલુ રહેશે કે ફિલ્મ રિલીઝ થશે?

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને કારણે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે અને તંત્ર સતત હિંસા કે તોફાન ન થાય એ માટે સજાગ છે. આમ છતાં, મંગળવારે રાત્રે અમદાવાદના પીવીઆર થિયેટરમાં 'પદ્માવત' ફિલ્મના વિરોધમાં તોડફોડ કરવામાં આવી હતી અને થિયેટરની બહાર મુકેલા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી. એક તરફ કહેવાઇ રહ્યું છે કે, કરણી સેના આ ફિલ્મ જોવા તૈયાર થઇ હતી અને જોયા બાદ તેમને હવે ફિલ્મ સામે કોઇ વાંધો નથી, ત્યારે બીજી બાજુ રાજપૂત કરણી સેનાના પ્રમુખનું કહેવું છે કે, આ માત્ર અફવા છે.

Karni Sena

'ઝૂક્યા ભણસાલી, જીત્યા રાજપૂત'

મંગળવારે રાત્રે કરણી સેનાના આગેવાન સુરેશ ચૈહાણે કહ્યું હતું કે, રાજપૂતોએ આંદોલન કરવાની જરૂર નથી, ફિલ્મ અનેક પરિવર્તનો બાદ રજૂ થઇ રહી છે. જો કોઇને આપત્તિ હોય તો ફિલ્મ જોયા પછી વિરોધ કરે. ઘૂમર નૃત્ય ગીતમાંથી ઘણા દ્રષ્યો કાપી નાંખવામાં આવ્યા છે, તેમાં હવે કોઇ પુરૂષ નથી. ખીલજીના પાત્ર સામે પણ વાંધો લેવાની જરૂર નથી. અમે ઇચ્છતા હતા એવા પરિવર્તનો ફિલ્મમાં થયા છે, આંદોલનથી સંજય લીલા ભણસાલી ઝૂક્યા છે. અમારી મોટાભાગની આપત્તિઓનું સમાધાન થયું છે, માટે હવે અંધવિરોધની જરૂર નથી. અમે કાલે અમારો પક્ષ સ્પષ્ટ કરીશું. અમદાવાદમાં પીવીઆર સિનેમા બાહર થયેલ તોફાન બાદ તેમનું આ નિવેદન સામે આવ્યું હતું.

શું કહે છે લોકેન્દ્ર સિંહ કાલવી?

જ્યારે મંગળવારે સવારે રાજપૂત કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું હતું કે, કરણી સેનાના એક પણ સભ્યએ આ ફિલ્મ જોઇ નથી. અમે મીડિયા સમક્ષ વારંવાર અમારો પક્ષ સ્પષ્ટ કર્યો છે આમ છતાં આવી અફવા કેમ ફેલાવવામાં આવે છે એ સમજાતું નથી. અમે વારંવાર એક જ વાત કહી છે, અમે ભારતમાં કોઇ પણ કિંમતે ફિલ્મ પદ્માવત રિલીઝ નહીં થવા દઇએ. ગાંધીનગર ખાતે આએએનએસ સાથે વાત કરતાં તેમણે આ વાત કહી હતી. કરણી સેના આ ફિલ્મ જોવા રાજી છે તથા કરણી સેનાના સભ્યોએ આ ફિલ્મ જોઇ છે, એ બંને વાતને તેમણે અફવા ગણાવી હતી. તેમણે આગળ કહ્યું હતું કે, મેં અહિંસા માટે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી, કારણ કે વાત મારા હાથમાંથી સરતી જાય છે. લોકો માતા પદ્માવતીને સ્ક્રિન પર આ રીતે જોવા નથી માંગતા. સુપ્રીમ કોર્ટ પણ રાજપૂત સમાજની ભાવનાઓ સમજવામાં નિષ્ફળ ગઇ છે.

English summary
Padmaavat Row: Will Karni Sena continue protest against the film?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.