પાકિસ્તાન દ્વારા ભારતની 6 બોટ સમતે 36 માછીમારોનું અપહરણ
ફરી પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જખો નજીક ભારત પાકિસ્તાનની દરિયાઇ સીમા આઇ.એમ.બી.એલ નજીક પાકિસ્તાન દ્વારા ગુજરાતની 6 બોટ અને 36 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જે બાદ ગુજરાતી માછીમારોમાં ભય ફેલાઇ ગયો છે.
પોરબંદર માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ ભારત મોદીએ પણ આ વાતની પૃષ્ઠી આપી છે. તેમણે વનઇન્ડિયાને જણાવ્યું કે આઇ.એમ.બી.એલ નજીક માછીમારી કરેલા ગુજરાતી માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીની પેટ્રોલિંગ બોટ દ્વારા બંધૂકના નાળચે બંધક બનાવવામાં આવ્યા છે. તેવું જણાવ્યું હતું.

નોંધનીય છે કે અવારનવાર પાકિસ્તાન દ્વારા ગુજરાતી માછીમારોને ઉઠાવી જવાની આવી ધટનાઓ બની રહી છે.












Click it and Unblock the Notifications
