પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, બોટ સાથે 7 માછીમારોનું અપરહણ
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક પાકિસ્તાની એજન્સી દ્વારા ફરી એકવાર નાપાક હરકત કરાઈ છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાન મેરિન સિક્યુરિટી એજન્સી (PMSA) દ્વારા એક ભારતીય માછીમારી બોટને બળજબરીપૂર્વક કબજે કરવામાં આવી છે.

આ બોટ ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ બંદરની હોવાનું મનાય છે અને ઓખાથી તેનું સંચાલન થતું હતું. પ્રાથમિક માહિતી મુજબ, બોટમાં સવાર સાત ભારતીય ખલાસીઓ PMSA ની કસ્ટડીમાં હોવાની આશંકા છે. આ ઘટનાક્રમ દરમિયાન પાકિસ્તાની એજન્સીએ ભારતીય બોટ પર ગોળીબાર કર્યો હોવાના પણ અહેવાલ છે.
વધુ બોટના અપહરણની શંકાઓ પણ સેવાઈ રહી છે, જો કે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારતીય સુરક્ષા અને માછીમારી એજન્સીઓએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના દરિયામાંથી અપહરણની આ પ્રથમ ઘટના નથી. પાકિસ્તાન સમયાંતરે આવી ગતિવિધિઓ કરતું રહે છે. હાલમાં પણ પાકિસ્તાનની જેલમાં ઘણા ભારતીય માછીમારો કેદ છે.












Click it and Unblock the Notifications
