Panchhotsav 2023: અધિકારીઓએ કર્યો 10 અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકોનો પગપાળા પ્રવાસ
Panchhotsav 2023: ચાલુ વર્ષ 2023માં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ-ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ, વડા તળાવ ખાતે પંચમહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આકર્ષણનું કેન્દ્ર બનેલા પંચમહોત્સવના પ્રથમ દિવસે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ. ડી. ચુડાસમા સહિતના અધિકારીઓ/કર્મચારીઓએ 10 અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકોનો પગપાળા પ્રવાસ કર્યો હતો.

સંગીત સંધ્યા પહેલા યોજાયેલા આ કાર્યક્રમમાં જાહેર જનતાને હેરિટેજ વૉકમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ હેરિટેજ વૉકમાં કુલ 10 અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકો ખાતે પગપાળા યાત્રામાં પ્રવાસીઓ પણ સહભાગી થયા હતા. ઉપસ્થિતોને આ સ્મારકો અને તેના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.
એક મિનાર મસ્જિદથી લઈને વડા તળાવ-ટેન્ટ સિટી સુધી કુલ 10 સ્થળો ખાતે અંદાજે 6 કિલોમીટરની રેન્જમાં હેલિકેલ વાવ, સકર ખાનની દરગાહ, સિટી ગેટ, શહેર કી મસ્જિદ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઈટ, જામી મસ્જિદ, ચાંપાનેર, કમાની મસ્જિદ, કબૂતર ખાના પેવેલિયન સહિતના ઐતિહાસિક સ્થળો ખાતે હેરિટેજ વૉકનો વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે. ગાઈડની મદદથી પ્રવાસીઓને તમામ સ્મારકો અંગે અને સાંસ્કૃતિક વારસા અંગે માહિતી આપવામાં આવી રહી છે.
આ હેરિટેજ વૉકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ. ડી. ચુડાસમા, હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર ફાલ્ગુન પંચાલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એમ. જી. પટેલ સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ અને પ્રવાસીઓ જોડાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
