પાવાગઢમાં રંગરંગ કાર્યક્રમ સાથે પંચમહોત્સવનો થયો આરંભ

Subscribe to Oneindia News

ગુજરાત સરકાર ટૂરિઝમ વિભાગ અને પંચમહાલ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગા દ્વારા પાવાગઢ-ચાંપાનેરના વડાતળાવ ખાતે આયોજીત પંચમહોત્સવ-2017ના રંગારંગ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. પંચ મહોત્સવને રાજયના પૂર્વ મંત્રી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહે દિપ પ્રાગટય કરીને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. તેમજ ફૂડ બજાર, ક્રાફટ બજાર,એમ્યુઝમેન્ટ પાર્કને પણ ખુલ્લા મૂક્યા હતા.

Gujarat

આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે રાજય સરકારે પાવાગઢ તેમજ હેરિટેજમાં સ્થાન પામેલા ચાંપાનેર સહિત આસપાસના વિસ્તારોના વિકાસ માટે અને સ્થાનિક કક્ષાએ રોજગારી ઉભી કરવા રૂપિયા.130 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. તેમજ હાલોલથી પાવાગઢ માંચી સુધી ફોરલેન રસ્તાની કામગીરી હાલ પ્રગતિમાં છે. જે માટે રાજય સરકારે રૂપિયા ૫૪ કરોડ મંજુર કર્યા છે.પંચમહોત્સવ અતર્ગત 27 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે . ઉપરાંત આ પંચમહોત્સવની મજા લોકો 15 જાન્યુઆરી 2018 સુધી માણી શકશે.

શકિતપીઠોમાં સ્થાન ધરાવતા પાવાગઢ અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા ચાંપનેરના બેનમૂન સ્થાપત્યોના પરિચય સાથે અહીના સમગ્ર વિસ્તારનો વિકાસ અને આગવી ઓળખ આપવા પંચમહોત્સવનુ આયોજન કરાયુ છે. રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આ વિસ્તારને દેશ અને દુનિયાના નકશા પર અંકિત કરવામાં આવશે. પાવાગઢની તળેટી ચાંપાનેરમાં 156 મોન્યુમેન્ટ પૈકી 112 મોન્યુમેન્ટસ હાલ હયાત છે. પંચમહોત્સવનો કાર્યક્રમ તા.15મી જાન્યુઆરી, 2018 સુધી ચાલવાનો છે. જેમાં અબાલ વૃધ્ધ સૌને માટે વિષેશ આકર્ષણો રખાયા છે તથા ચાલુ વર્ષે 30 જેટલી નવી એકિટવીટી ઉમેરવામાં આવી છે. હેરીટેજ વોકટુરિસ્ટ સર્કિટ, ફોરેસ્ટ ટ્રેઇલ જેવા આકર્ષણો પ્રકૃતિ પ્રેમીઓ માટે રખાયા છે. એક વખતની ગુજરાતની રાજધાની ચાંપાનેર આવનારા વર્ષોમાં ફરી પોતાની વિરાસતને વિશ્વ ફલક પર ઉભારે તેવા તમામ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે

English summary
panchmahotsav begin with colorful program in pavagadh

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.