અમદાવાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલે પણ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

લોકસભા ચૂંટણી માટે સત્તાધારી પાર્ટી ભાજપે ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જો કે પહેલા જ પાર્ટીના ઘણા સીનિયર નેતાઓએ 2019માં લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ બાદ ભાજપના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. વળી, હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલે પણ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

paresh rawal

કલરાજ મિશ્રના ચૂંટણી લડવાની મનાઈ કરવાના બે દિવસ બાદ હવે ફિલ્મ અભિનેતા અને અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ પરેશ રાવલે ચૂંટણી નહિ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરેશ રાવલે ભાજપના હાઈકમાન્ડને આની જાણ પણ કરી દીધી છે. પરેશ રાવલ હાલમાં અમદાવાદ પૂર્વથી ભાજપના સાંસદ છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદીને સપોર્ટ કરતા રહેશે. આ પહેલા ગુરુવારે ભાજપની યાદી આવ્યાના અમુક કલાકો પહેલા દેવરિયાથી ભાજપ સાંસદ કલરાજ મિશ્રાએ કહ્યુ હતુ કે તે ચૂંટણી નહિ લડે. ભાજપ સાંસદ કલરાજ મિશ્રાએ કહ્યુ કે હું આ વખતે ચૂંટણી નહિ લડુ. મને પાર્ટી દ્વારા ઘણી અન્ય જવાબદારીઓ આપવામાં આવી છે એટલે મારો સમય તેના પ્રત્યે સમર્પિત રહેશે.

ગુરુવારે ભાજપે બીજી યાદી જાહેર કરી હતી જેમાં પાર્ટીએ પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામનું એલાન કર્યુ હતુ. ગાંધીનગર લોકસભા સીટથી હવે અમિત શાહ લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ પાર્ટીના ઉમેદવાર હશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની અધિસૂચના 28 માર્ચે જાહેર કરવામાં આવશે અને 4 એપ્રિલ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં 26 લોકસભા સીટો પર મતદાન પૂર્ણ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X