અમેઠીની મેથી મારી દીધી, પરેશ રાવલનો હું છું વિકાસ Video

Posted By:
Subscribe to Oneindia News

ભાજપ, ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતી એક્ટરોને દર્શાવતી હું છું વિકાસ હું છું ગુજરાતની વીડિયો સીરીઝ બહાર પાડી રહ્યો છે. જેમાં તે ભાજપના વિવિધ મુદ્દાઓને આ વીડિયો દ્વારા લોકો સુધી પહોંચાડે છે. આ સીરીઝમાં હવે પરેશ રાવલનો પણ એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં પરેશ રાવલને ત્યાં કોંગ્રેસીઓ પ્રચાર કરવા આવ્યા હોત તેમ બતાવવામાં આવે છે. આ વીડિયોમાં પરેશ રાવલ "બાબા" શબ્દોનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના મતવિસ્તાર અમેઠી પર અનેક આકારા પ્રહારો કરતા કહે છે કે જે અમેઠીનો વિકાસ નથી કરી શક્યા તે ગુજરાતના વિકાસની વાતો કેમ કરે છે?

paresh rawal

સાથે જ આ વીડિયોના અંતે જ્યારે તેમને પાક્કા ભક્ત કહેવાનો ટોણો મારવામાં આવે છે તો તે કહે છે કે રાષ્ટ્રવાદ જેના લોહીમાં છે તેના ભક્ત બનવામાં મને કોઇ વાંધો નથી. સાથે જ મોરના ઇંડા નથી આ તો મરધીના ઇંડા છે કહીને પરેશ રાવલે પરોક્ષ રીતે આ વીડિયોમાં કોંગ્રેસ, સોનિયા અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ત્યારે ગુજરાતી અભિનેતા પરેશ રાવલનો ભાજપ દ્વારા બનાવવામાં આવેલા હું છું વિકાસ હું છું ગુજરાતનો આ વીડિયો તમે પણ જુઓ અહીં. જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે...

English summary
Gujarat Elections 2017: Paresh Rawal new video for BJP Hu chu Vikas campaign.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.