Breaking News- અમિત શાહ નહીં બને ગુજરાતના CM,બેનનું રાજીનામું સ્વીકાર્યું
દિલ્હીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપની સંસદીય બેઠક મળી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાને અધિકૃત રીતે સ્વીકારી લેવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતના નવા સીએમના નામની ચર્ચા પણ આ બેઠકમાં થઇ હતી.
આ અંગે કેન્દ્રિય મંત્રી વૈકંયા નાયડુએ પત્રકારોને જાણકારી આપતા કહ્યું કે આનંદીબેનના નિર્ણયને માન આપીને ભાજપની સંસદીય બેઠકે તેમનું રાજીનામું સ્વીકાર કર્યું છે. સાથે જ વૈકંયા નાયડુએ અમિત શાહના સીએમ બનવાની વાતનો પણ અસ્વીકાર કરતા સ્પષ્ટતા આપી હતી.

અમિત શાહ નહીં બને ગુજરાતના સીએમ
નાયડુએ પત્રકારોને સ્પષ્ટ પણે જણાવ્યું કે અમિત શાહ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ છે તેમની કામગિરી ભાજપ ભારતની સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે અમે તેમને આ પદ પર આગળ બની રહે તેવું ઇચ્છીએ છીએ. અને અમિત શાહ જ આજે ગુજરાત જઇને ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી કરવા પ્રક્રિયાને પૂર્ણ કરશે. અને આ મહત્વના નિર્ણયને પાર પાડશે.












Click it and Unblock the Notifications
