For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગામાં વહેતી લાશો પર કવિતા લખીને ઘેરાઈ ગયાં પારુલ બેન, 'સાહિત્યિક નક્સલ' ગણાવ્યાં

ગંગામાં વહેતી લાશો પર કવિતા લખીને ઘેરાઈ ગયાં પારુલ બેન, 'સાહિત્યિક નક્સલ' ગણાવ્યાં

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસની બીજી લહેર દરમિયાન દેશભરમાં હાલાત બગડી ગયા હતા. લોકોમાં ડર છવાઈ ગયો હતો અને અંતિમ સંસ્કાર માટે પણ જગ્યા નહોતી મળી રહી ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં આઘાતજનક ઘટનાઓ સામે આવી હતી જ્યાં ગંગા નદીમાં મૃતદેહોને મહેતા કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના પર ગુજરાતના કવયિત્રી પારુલબેન ખાખરે એક કવિતા લખી હતી.

ખુદ પારુલબેન જ ઘેરાઈ ગયાં

ખુદ પારુલબેન જ ઘેરાઈ ગયાં

પરંતુ હવે આ કવિતાને લઈ ખુદ પારુલબેન જ ઘેરાઈ ગયાં છે. તેમની કવિતાને લઈ ગુજરાતમાં બબાલ મચી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ પારુલબેનની કવિતાની ટીકા કરતાં તેને સાહિત્યિક નક્સલ ગણાવ્યું. કહ્યું કે આવી કવિતાઓ દ્વારા અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વહેતી લાશો પર લખી હતી કવિતા

વહેતી લાશો પર લખી હતી કવિતા

સાહિત્ય અકાદમીએ પોતાના સંપાદકીય દ્વારા પારુલબેનની કવિતાની ખુબ ટીકા કરી છે. આ લેખમાં કહ્યુ્ં કે આ કવિતા નથી બલકે અરાજકતા ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. જોર આપીને કહેવાયું કે આ ચર્ચિત કવિતા એકેય એન્ગલથી કવિતા નથી, આ બસ વ્યર્થનો આક્રોશ છે ભારતીય પ્રજા, લોકતંત્ર અને સમાજ પર લાંછન લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યનું રાજકારણ ગરમાયું

રાજ્યનું રાજકારણ ગરમાયું

ગુજરાત સાહિત્ય અકાદમીએ પોતાના તરફથી સ્પષ્ટ કરી દીધું કે તેઓ આવી કોઈપણ કવિતાને કાવ્ય નથી માનતા અને એવી કવિતાઓ દ્વારા પ્રચાર કરાતા વિચારો પર પણ અસહમત છે. એવામાં એક કવિતાને લઈ રાજ્યનું રાજકારણ ખુબ ગરમાયું છે. કવયિત્રી પારુલબેન ખાખરે આ વિવાદ પર હજી સુધી પોતાની પ્રતિક્રિયા નથી આપી.

પારુલ બેને લખેલી કવિતા

પારુલ બેને લખેલી કવિતા

એક અવાજે મડદાં બોલ્યાં, 'સબ કુછ ચંગા- ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા મસાણ ખૂટ્યા, ખૂટ્યા લક્કડભારા
રાજ, તમારા ડાઘૂ ખૂટ્યા, ખૂટ્યા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા,
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડેલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
રાજ, તમારા રામરાજ્યમાં સબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્રએ દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલે, 'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

English summary
parul khakkar did not responded over critic of Gujarat Sahitya Akademi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X