પાસ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાયા, 150થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક
અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના મોટા ચહેરાઓમાં શામેલ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માવવિયાએ ગારિયાધરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં આપ માં જોડાયા હતા.
અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના મોટા ચહેરાઓમાં શામેલ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માવવિયાએ ગારિયાધરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં આપ માં જોડાયા હતા. આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ દ્વારા આ બન્ને યુવા નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે અમને ખુશી છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે.
આ સાથે અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને હાંકલ કરી હતી કે, હવે આમ આદમી પાર્ટીને 90-93 નહીં પણ 150 સીટ જોઇએ. આ માટે હું ગુજરાતની જનતાને હાંકલ કરુ છું. આ સાથે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 15 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

કથીરિયાએ અવાજ ઉઠાવ્યો
આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જાહેરાત કરી હતી કે, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAP માં જોડાશે. આ પ્રસંગે અલ્પેશ કથીરિયાએ ટકોર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી રાજકારણમાં પરિવર્તન લાવી રહી છે.
કથીરિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં જે થાય છે, તેની અસર સૌરાષ્ટ્રમાં થાય છે. સૌરાષ્ટ્રમાં જે થાય છે, તેની અસર પણ સુરતમાં જોવા મળે છે. કથીરિયાએ પાટીદાર આંદોલન દરમિયાન થયેલા અત્યાચારોને યાદ કર્યા હતા.

તમામ મુદ્દે લડત ચાલુ રાખશે અલ્પેશ
આ સાથે કથીરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. કથીરિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ તેઓ તમામ મુદ્દે લડત ચાલુ રાખશે. કથીરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતને ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાના પ્રયાસો ચાલુ રહેશે.
|
2008માં ગારિયાધાર વિધાનસભા બેઠક બની
ગારિયાધાર વિધાનસભા બેઠકની રચના 2008માં સીમાંકન બાદ કરવામાં આવી હતી. ત્યારથી તેના પર ભાજપનો કબ્જો રહ્યો છે. આ બેઠકભાવનગર જિલ્લામાં આવે છે, પરંતુ લોકસભા મતવિસ્તાર અમરેલી છે. હાલ અહીં ભાજપના કેશુ નાકરાણી ધારાસભ્ય છે. આ બેઠકપરથી આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને ટિકિટ આપી છે.












Click it and Unblock the Notifications
