પાસના સભ્ય દિનેશ બાંભણિયા પર થયો હુમલો, હાર્દિકે કહ્યું આમ...

Posted By:
Subscribe to Oneindia News

પાસની કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા પર 2 ઓગસ્ટના રોજ મોડી સાંજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અમદાવાદથી ગાંધીનગર જતા દિનેશ બાંભણિયા પર વૈષ્ણદેવી સર્કલ પાસે તેમની કાર અને તેમની પર હુમલા કરતા તે ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં દિનેશ બાંભણિયાના માથામાં, હાથ અને પગના ભાગે ઇજાઓ થતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતાં. વધુમાં અન્ય એક સભ્ય પણ ઇજાગ્રસ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ક્રાંતિ સમેલન યોજાવા જઇ રહ્યું છે ત્યારે તેના બે દિવસ પહેલા જ દિનેશભાઇ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથધરી છે.

hardik and dinesh

આ હુમલામાં કલોલના ભાજપના કાર્યકર ધર્મેન્દ્ર પટેલ, વિપુલ પટેલ સહિતના લોકો દ્વારા કરાવવામાં આવ્યો છે તેવો આક્ષેપ પાસ દ્વારા કરવામાં આવ્યો છે. 20 જેટલા લોકોના ટોળાએ લાકડીઓ અને પાઇપથી તેમની કાર પર હુમલો કર્યો હતો. દિનેશ બાંભણિયાના આક્ષેપ અનુસાર તેઓ પાટીદાર અનામત આંદોલન મામલે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ઉમિયાધામમાં પાસના સભ્યોનું સંમેલન યોજવાના હતાં. આ સંમેલન ન યોજાય તેવી ધમકી સાથે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે. જો કે તે પછી હાર્દિક પટેલ પણ આ હુમલાને કડક શબ્દોમાં વખોડ્યો છે.

Dinesh Bambhania
English summary
PASS Leader Dinesh Bambhania has been attacked by mob. PASS claims this attacked was done by Bjp supporter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.